ગઝલ……….!

જમીનો જપ્ત કરવાની હવે સોં હદ વતાવે છે,

અગર માંગો તમારા હક તો એ કોર્ટ બતાવે છે.

ગણોતે ખેડવા આપી હતી જેને મેં વિશ્વાસે,

એ બારોબાર સોદાઓ તલાટીથી પતાવે છે.

બીજાની વાત શી કરવી અહી બેનોના હિસ્સાને,

નમાઝી, હાજી, જાહિલ પણ ક્યાં આપે અપાવે છે.

દીધું જે ભાઈ, ભાણા, કાકા, મામા, સાળાને રેહવા,

પરત ઘર લેતા પોતાનું હવે દમ નાકે લાવે છે.

ગયા પરદેશ તે પાછા સગા ક્યાં આવવાના છે,

કહી આવું એ દુનિયાને, બધી મિલકત પચાવે છે.

ઝકાતો, ફિત્ર, સદ્કાહ, વ્યાજની વાતો નકામી છે,

અહીના સજ્જનો સૌ ઝેર પણ પળમાં પચાવે છે.

અહી લોકોના કરતૂતો નિહાળી કહ્યું શેતાને,

મને આ ગામના લોકો બધી વાતે હંફાવે છે.

યતીમો, બેવાના વીંઘા વેચી ખાતો રહ્યો જિન્દા,

છતાં એ ચોર પોતાને વલીઓમાં ખપાવે છે.

ઘણા એવા યે લોકો છે કે જેના ડંખની આગળ,

ભયંકર નાગ ને અજગર પોતાના સર ઝુકાવે છે.

અગર ધોળા દિવસમાં કાળો સોદો થઇ ના શક્યો તો,

મહાશય રાતે આવી ને ય દરવાજા ખટ ખતાવે છે.

દલાલી બે ટકા લેવાની લાલચમાં દલાલો સૌ,

કબર માટેની જગ્યા પણ એ વેચે વેચાવે છે.

અહી પથ્થર મેં ખોસ્યો છે નથી ખસવાનો અહિયાથી,

ભલેને સો વરસ જુનો એ દસ્તાવેજ લાવે છે.

કહ્યું ઇબ્લીસે શયતાનને હવે ચાલો આ વસ્તીથી,

હવે તો આપણા કામો અહી લોકો પતાવે છે.

તમે જો સાંભળો બેદાર તો ના આશ્ચર્ય કરજો,

કે અહીના લોક જીવતાને મરેલામાં ખપાવે છે.

જમીનો તો શું? હવે ચોરીને ગઝલો, લોક બીજાની,

બધે બધી જાત પોતાની એ શાયરમાં ખપાવે છે.

– મિત્રના ઇમેલમાંથી

About Asif Classic

An Ambition to Succeed Honestly!
This entry was posted in અંગત...., મજાક...., મનોરંજન...., મોજ-મસ્તી.... and tagged , , , , , , , , . Bookmark the permalink.

2 Responses to ગઝલ……….!

  1. shabbirahmed કહે છે:

    મને તમારી ગઝલ ગમી, આભાર

  2. FARJANA કહે છે:

    TMARI GAJAL BHUJ SARI CHE

Leave a comment