સવાલ અજબનો અને જવાબ પણ ગજબનો

……રવિવારનો દિવસ હતો, આ રવિવાર ખાસ હતો કેમ કે મારા મિત્રનો જન્મદિવસ પણ હતો. એટલે મારા મિત્રો સાથે “બર્થ ડે પાર્ટી” માટે બહાર જવાનું હતું. આ યોજના અમે શનિવારે રાત્રે જ બનાવી લીધી હતી અને તે માટે પુરેપુરી તૈયારી પણ કરી લીધી હતી.

સવારે હું ઉઠી મિત્ર ને જન્મદિવસ ની શુભેચ્છા માટે મોબાઇલ થી મેસેજ કર્યો અને નાહીને ચા-નાસ્તો કર્યો અને મિત્રને ફોન કર્યો કે કેટલા વાગે જવું છે ? તો તે કહે ૯.૦૦ વાગે નિકડીયે. પણ એ સમયે ઘડીયાળમાં ૭.૫૫ થઇ હતી અને જવા માટે ૧ કલાક જેટલો સમય બાકી હતો. મને વિચાર આવ્યો કે મારા પુત્રો “તૌસીફ” (ઉંમર વર્ષ – ૬) અને “રેહાન” (ઉંમર વર્ષ – ૩) એમ બંન્નેને લઇને બસ સ્ટેન્ડ તરફ જઇ આવું અને એમને ચોકલેટ-બીસ્કીટ અપાવું. કેમ કે સાંજે મને સાય નહિં મડે તો હું જઇ આવ્યો અને ઘરે આવતાં સમય ૮.૨૨ જેટલો સમય થઇ ગયો હતો. અને ઘરે આવીને બંન્ને ભાઇ તૌસીફ અને રેહાન બીસ્કીટ ખાવા બેઠા, તૌસીફ બીસ્કીટનું પેકેટ ખોલતા-ખોલતા બોલ્યો.

તૌસીફ : પપ્પા, એક વાત કરૂ ?

હું : હા બોલ.

તૌસીફ : પણ તમે સાચો જવાબ આપી શકશો ?

હું : ટ્રાય કરીશ.

તૌસીફ : તમે મને સાચો જવાબ ના આપી શકો તો  ?

હું : ના હું તને સાચો જવાબ આપીશ.

તૌસીફ : શરત લગાવી છે ?

(મને એમ કે એમ કેવો પ્રશ્ન છે તો તે મને શરત લગાવાની વાત કરે છે. હવે મને એનો સવાલ જાણવાની ઇચ્છા વધી ગઇ એટલે મે તેની એક વધારે બીજા બીસ્કીટના પેકેટ ની શરત માની લીધી.)

તો તૌસીફે મને કહ્યું. એક કૂતરો છે તેની સામે એક થાળીમાં ૧૦ બીસ્કીટ મુક્યા છે પણ તે કૂતરો ખાતો નથી. તો કહો કેમ ?

મે કહ્યું એ બીસ્કીટ કૂતરા માટે નહીં હોય અથવા તો એને ભાવતા નહી હોય.

તૌસીફ : ના

હું : એને ભૂખ નહી હોય.

તૌસીફ : ના

હું : એને બીક લાગતી હશે કે મને પકડવા કે મારવા માટે કોઇ એ ચાલાકી કરી હશે.

તૌસીફ : ના, તમે કેટલા જવાબ આપ્યા. એકપણ સાચો નથી. ચલો હવે જલ્દી બોલો તમને ૧ વધારે ચાન્સ આપું છું.

તો મે થોડો વિચાર કર્યો પણ કોઇ જવાબ ના હતો. તો મે કહ્યું સારૂ બેટા, હું તને બીસ્કીટનું પેકેટ લાવી આપું છું પણ આનો જવાબ મને આપ.

તૌસીફ : ઓકે, પણ તમે શરત હારી ગયા ને ?

હું : હા હવે જલ્દી બોલ મારે મોડું થાય છે.

તૌસીફ : પપ્પા એ બીસ્કીટ પ્લાસ્ટીકના હતા.

હું : અરે આ તો ચીટીંગ કહેવાય. આમ ના ચાલે આ કોઇ પ્રશ્ન કે તેનો જવાબ નથી. બીસ્કીટનું પેકેટ તો હું લાવી દઇશ પણ હું હાર્યો નથી. કેમ કે આ પ્રકારના કોઇ સવાલ ના હોય !

તૌસીફ : ના પપ્પા પહેલા જ તમે બોલ્યા છો કે હું હારી ગયો હવે ના ચાલે. સારૂ તો બીજો એક પ્રશ્ન પુછું ?

હું : સારૂ બેટા પણ જલ્દી અંકલ આવી જશે મારે તેમની સાથે બહાર જવાનું છે.

તૌસીફ : સારૂ તો કહો, એક કૂતરો છે તેની સામે એક થાળીમાં ૧૦ બીસ્કીટ મુક્યા છે પણ તે કૂતરો ખાતો નથી. તો કહો કેમ ?

હું : અરે બેટા ફરી એનો એજ સવાલ ? તો સાંભળ મારો જવાબ એ બીસ્કીટ પ્લાસ્ટીકના હતા.

તૌસીફ : ના ખોટો જવાબ. એ બીસ્કીટ સ્પેશ્યલી હતા જે કૂતરાઓ માટે જ વપરાય છે. (એટલે કે પ્લાસ્ટીકના નથી)

હું : ફરી મે ઉપર મુજબ જવાબ આપ્યા કે એને ભૂખ નહી હોય, ભાવતા નહી હોય અથવા તો એને બીક લાગતી હશે કે મને પકડવા કે મારવા માટે કોઇ એ ચાલાકી કરી હશે.

તૌસીફ : ના તમે તો એક પણ વખતે સાચો જવાબ નથી આપી શકતા.

હું : હવે શું છે. મારા બધા જવાબ ખોટા છે ? પણ કેમ ? મારો પહેલો જવાબ તો તે મને ૧ મીનીટ પહેલા કહ્યો હતો. હવે ખોટો થઇ ગયો ? (મે જરા ઉંચા અવાજે કહ્યું)

તૌસીફ : જાઓ મારે તમારી સાથે વાત નથી કરવી તમે તો ગુસ્સે થાઓ છો.

હું : ના બેટા, મારે મોડું થાય છે એટલે, હવે તું મને સાચો જવાબ આપી દે હું સાંજે ઘરે આવતાં તારી માટે બે પેકેટ બીસ્કીટ લઇ આવીશ.

તૌસીફ : ઓહ, થેન્ક યુ પપ્પા. (એણે જવાબ આપતા પહેલા એની મમ્મી એટલે કે મારી વાઇફને બોલાવી લીધી કેમ કે એને ડર હતો કે હું ગુસ્સે થઇશ) અને એને મને જવાબ આપ્યો, પપ્પા એ “કૂતરો  તો પ્લાસ્ટીકનો હતો”

અને એનો જવાબ જોઇને મને એક બાજુ હસવાનુ થયુ અને ગુસ્સો પણ આવ્યો કે આવા ફોગટના સવાલ કરી મારો ટાઇમવેસ્ટ કર્યો. અને આવા ખોટા ખોટા જવાબ આપ્યા કે, એક વખત બીસ્કીટ પ્લાસ્ટીકના હોય અને બીજી વખત કૂતરો પ્લાસ્ટીકનો હોય.

પણ આ બધી વાતચીત દરમિયાન ઘડીયાળ ૮.૪૯ પર પહોંચી ગઇ હતી એટલે મે તેને કંઇ બીજું પુછ્યું નહીં કે આવા સવાલ તુ ક્યાંથી લાવ્યો કે કોણે સીખવ્યા અને બુટ પહેરી બાઇક લઇને મિત્રના ઘરે ગયો. અને મારી બાઇક મિત્રના ઘરે મુકી તેની ફોર વ્હીલરમાં અમે પાંચ મિત્રો નક્કિ કરેલા સ્થળે જવા રવાના થઇ ગયા.

દિવસ દરમિયાન બપોરે હોટલમાં જન્યા અને ખુબ મોજ-મસ્તી કરી. સાંજે પરત ફરતા બે બીસ્કીટ ના પેકેટ લઇ લીધા અને તૌસીફ ને આપ્યા હાથમાં આપતા જ તેને એક પેકેટ રેહાનને આપી દીધું. હવે મને જરા ભુખ લાગી હતી અને થોડો થાક પણ લાગેલો હતો તો હું નાવા ગયો અને જલદી જલદી જમવા બેસી ગયો અને સમય વધુ થયો હોવાથી ઉંઘવાની તૈયારી કરી લીધી.

મારી ફેમીલીમાં અમે છ વ્યક્તિ : મમ્મી-પપ્પા. હું, મારી પત્ની અને બે બાળકો.

(આ બનાવ ૨૦૧૦ ના એપ્રિલ માસમાં બનેલો. (એ સમયે હું ઘરે આવેલો હતો) અને આજે હું ફરી વિદેશમાં છું. ગઇકાલે સાંજે મે ઘરે ફોન કર્યો ત્યારે તૌસીફ સાથે ખુબ વાત કરી તો તેણે મને યાદ અપાવ્યું કે પપ્પા મે તમને પ્રશ્ન પૂછેલો અને તમે શરત હારી ગયા હતા ! અને એજ સમયે મને વિચાર આવ્યો કે હું આને એક પોસ્ટના રૂપમાં આપના સુધી પહોચાડું. આ પોસ્ટ લખતા હું મારી ફેમીલી ને ખુબજ મીસ કરૂ છું.)

(ભૂલચૂક સુધારીને વાંચશો)

Advertisements

About Asif Classic

An Ambition to Succeed Honestly!
This entry was posted in અંગત...., મનોરંજન.... and tagged , . Bookmark the permalink.

2 Responses to સવાલ અજબનો અને જવાબ પણ ગજબનો

  1. Nice…..
    I do understand your feelings….. Its really difficult to be away from family. God Bless.

    Do keep in touch.
    http://piyuninopamrat.wordpress.com/

  2. FARJANA..... કહે છે:

    nice nice wah re wah story che tmari

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s