મારૂ ગામ “ગઢા”

Welcome to GADHA (Multi Village) : All is well

મારૂં ગામ… નામ સમજો એ ૫હેલા એના વિષે જાણો……

મારૂં ગામ ના તો રાજાઓએ વસાવેલું, ના તો પીર પયગંબર કે ના સાધુ સંતો એ.

નાનકડું ગામ સુંદર, સ્વચ્છ અને ગોકુળ જેવું, વસ્તી તો ઘણી જ ઓછી પણ વસ્તાર ખુબ જ. સારા માણસો, વૃધ્ધો, વડીલો અને માસ્તરો, નોકરીયાત તથા ખેડૂતો, પુરૂષ અને સ્ત્રીવર્ગ, બાળકો અને ટાબરીયાઓ તથા વિધાર્થીઓ, હિન્દુ અને મુસ્લીમ મળી ને કૂલ 6૦૦૦ કરતાં પણ ઓછી વસ્તીવાળું આ ગામ એક આગવી ઓળખ ધરાવે છે.

જેમાં ના તો કોઇ બાદશાહની બાદશાહી કે ના કોઇ ઠાકોર નું રાજ. પણ એક છે સ્વરાજ (માજી સરપંચનું ટ્રેકટર).

ગામની સુંદરતા તો કંઇ ક અનોખી જ,ગામની પૂર્વ અને દક્ષિણ દિશામાં એમ બે બાજુ બે મોટા તળાવ આવેલા છે,બાલમંદિરથી માંડીને પ્રાથમિક શાળા તથા ધોરણ ૮, ૯ અને ૧૦ સુધીની સેકન્ડરી સ્કૂલ અને ઇસ્લામિક તાલીમ માટે ગામડાઓ લેવલે ખુબ જ વિશાળ ઇસ્લામિક મદ્રેસો તથા બીજી ચાર મસ્જિદ પૈકી એક ગામની શાન સમાન ગામના બસ સ્ટેન્ડ (હવાડા) સામે એક નવિ જ મસ્જિદ (મસ્જિદે અહમદ રઝા) પોતાની ગામની આગવી ઓળખ ધરાવે છે. ગામની સેવા સહકારી મંડળી અને ચાર થી વધારે પ્રાઇવેટ દૂધ મંડળી અને બે નાના દવાખાના તથા અને હવાડાની વાત કરૂ તો ગામમાંથી ચોમાસામાં પાણીનું વહેતું વાંઘું અને વાંઘાની એક બાજું ગામ પંચાયત ઓફિસ, પંચાયત ઓફિસ સામે દુકાનો અને દુકાનો સામે સરકારી દવાખાનું તથા નજીકમાં જ પ્રાથમિક શાળા અને ગામના પ્રવેશ માર્ગ પર ટેલિફોન એક્ષચેન્જ આમ દરેક નાની મોટી સુવિધાઓ પુરી થઇ શકે એવું ‘‘મલ્ટી વિલેજ’’ મારૂ ગામ……

આગળ વધતાં જણાવું કે મારા ગામમાં નદી નથી પણ નદી જેવી એક નાનકડી નહેર (વાંઘું) જે ગામમાં થી દરેક ને પોતાના દર્શન કરાવીને મારા ઘરની પાછળના ભાગમાંથી વહેતી જાય છે. અને મોટી નદી નહીં પણ એક નાનકડી નદી (નામે ભમરા) ને ભેટે છે.

ગામ એક પ્રગિત તરફ આગળ વધતું ને વધતું જાય છે. 5૦૦ થી વધારે વ્યક્તિ ઓ વિદેશમાં રહે છે. સારા એવા ધંધાદારી વ્યક્તિ તથા જમિનદારો, આવક તો કોઇ શહેર કરતાં ઓછી પણ નથી. અને એક ખાસ વ્યક્તિની ઓળખ જેમને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ (અબ્દુલકલામ આઝાદ) ના હાથે પોતાની ખોજ માટે એક વૈજ્ઞાનિકના રૂપમાં એવોર્ડ મળ્યો હતો. અને હાલમાં ચૂંટાયેલા સરપંચ પદે ફરજ બજાવતા ગામના પ્રથમ જ નવજુવાન છે.

“GADHA” A Well Developed Village

Gadha is a village where more educated people live in. It is about 15 k.m. away from Himatnagar city which is taluka place of Sabarkantha District. There are about 6000 people in the village. There is primary and a secondary school in it. The Muslims, The Hindus live peacefully and united. They co-operate with each other in the field of economy and socially. Much young person work abroad, many government employees also live in the village. The village has a PANCHAYAT which work for the welfare of the people.

The main occupation of the people is agriculture. They use modern technology as drip-irrigation and other systems in farming. There are stable of buffalo and cows, poltrifarms etc in the village. There are many shops in it. There is a deep and wide pond in it. The pond will provide irrigation benefits to the people in future. The village has also good sport persons in various games as cricket, volleyball, chess, carom etc.

The village has also good educated women who do jobs in primary and secondary school, The women education racio is higher than other villages surrounding Gadha. The village has better facilities of road, drinking water and electricity, hospital and telephone exchange.

The Muslims are in majority. There are splendid mosques where the Muslims go for prayer daily, the mosques are in the center of village. The names of the mosques are “Ahmad Raza Mosque” and “JAMA MASJID”. And Hindus go to temple for worship.

Muslims and Hindus celebrate festivals together like Ramaza Eid, Ide-e-milad, Bakri Eid, muharram, Diwali, Janmasthami, Uttarayan, Raksha Bandhan etc with great joy and pleasure. People co-operate each other in the celebration of festivals. The village people also celebrate “Independence day” “Republic Day” Gandhi jayanti with pride and respect. They also work for the nation unity. The people are kind broadminded and helpful to one another.

– Asif Classic.

Address : GADHA, Ta. : Himatnagar, Dist. : Sabarkantha, State : Gujarat (INDIA)

Distance :-

14 K.m. Approx (From : Himatnagar)

18 K.m. Approx (From : Idar)

24 K.m. Approx (From : Vijapur)

84 K.m. Approx (From : Ahmedabad)

Advertisements

About Asif Classic

An Ambition to Succeed Honestly!
This entry was posted in ગામને લગતું...., મારૂ ગામ...., સમાચાર.... and tagged , , . Bookmark the permalink.

4 Responses to મારૂ ગામ “ગઢા”

  1. હસન અલી કહે છે:

    બહુ સારુ લાગ્યુ

  2. Kanu Yogi કહે છે:

    nice details about Gadhaa village , pleased to read it.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s