ગઝલ……….!

જમીનો જપ્ત કરવાની હવે સોં હદ વતાવે છે,

અગર માંગો તમારા હક તો એ કોર્ટ બતાવે છે.

ગણોતે ખેડવા આપી હતી જેને મેં વિશ્વાસે,

એ બારોબાર સોદાઓ તલાટીથી પતાવે છે.

બીજાની વાત શી કરવી અહી બેનોના હિસ્સાને,

નમાઝી, હાજી, જાહિલ પણ ક્યાં આપે અપાવે છે.

દીધું જે ભાઈ, ભાણા, કાકા, મામા, સાળાને રેહવા,

પરત ઘર લેતા પોતાનું હવે દમ નાકે લાવે છે.

ગયા પરદેશ તે પાછા સગા ક્યાં આવવાના છે,

કહી આવું એ દુનિયાને, બધી મિલકત પચાવે છે.

ઝકાતો, ફિત્ર, સદ્કાહ, વ્યાજની વાતો નકામી છે,

અહીના સજ્જનો સૌ ઝેર પણ પળમાં પચાવે છે.

અહી લોકોના કરતૂતો નિહાળી કહ્યું શેતાને,

મને આ ગામના લોકો બધી વાતે હંફાવે છે.

યતીમો, બેવાના વીંઘા વેચી ખાતો રહ્યો જિન્દા,

છતાં એ ચોર પોતાને વલીઓમાં ખપાવે છે.

ઘણા એવા યે લોકો છે કે જેના ડંખની આગળ,

ભયંકર નાગ ને અજગર પોતાના સર ઝુકાવે છે.

અગર ધોળા દિવસમાં કાળો સોદો થઇ ના શક્યો તો,

મહાશય રાતે આવી ને ય દરવાજા ખટ ખતાવે છે.

દલાલી બે ટકા લેવાની લાલચમાં દલાલો સૌ,

કબર માટેની જગ્યા પણ એ વેચે વેચાવે છે.

અહી પથ્થર મેં ખોસ્યો છે નથી ખસવાનો અહિયાથી,

ભલેને સો વરસ જુનો એ દસ્તાવેજ લાવે છે.

કહ્યું ઇબ્લીસે શયતાનને હવે ચાલો આ વસ્તીથી,

હવે તો આપણા કામો અહી લોકો પતાવે છે.

તમે જો સાંભળો બેદાર તો ના આશ્ચર્ય કરજો,

કે અહીના લોક જીવતાને મરેલામાં ખપાવે છે.

જમીનો તો શું? હવે ચોરીને ગઝલો, લોક બીજાની,

બધે બધી જાત પોતાની એ શાયરમાં ખપાવે છે.

– મિત્રના ઇમેલમાંથી

Advertisements
Posted in અંગત...., મજાક...., મનોરંજન...., મોજ-મસ્તી.... | Tagged , , , , , , , , | 2 ટિપ્પણીઓ

વીચાર્યું કે આવી વાતો થી સમય પાસ કરાવીશ હું.

સહકાર જો મળે તો, ગઢા ગામને સુંદર બનાવીશ હું,

વોટ મળી જાય મને જો, જાતને સરપંચ બનાવીશ હું.

થાકેલા સરપંચ સભ્યોને બેસાડી દો ઘરે આજથી,

ગઢા ગામની પંચાયતને એકલા હાથે ચલાવીશ હું.

ના ભાષણના ડંડા, કે ના કંઇ કરી નાખીશ એવા ફંડા,

પણ ગામના વાંગા પર ઓવરબ્રીજ બનાવીશ હું.

જાણું છું ના રોડ લાઇટ છે ના રસ્તાના ઠેકાણા છે,

ગામના બધા રસ્તા ફોર વે લેન બનાવી નાખીશ હું.

એક બગીચો ને એક ક્રિકેટનું મેદાન જરૂરી છે,

ખેતરો દાન માં લઇને મોટું ગ્રાઉન્ડ બનાવીશ હું.

ઇલોલની વાટે આવેલું તળાવ છે શું કામનું,

તળાવને પુરી પહેલા એરપોર્ટ બનાવીશ હું.

ગઢા થી જીદ્દા નું ડાયરેક્ટ ફ્લાઇટ હશે રોજ,

સરકારી તો નહિં પણ મારૂ વિમાન ઉડાવીશ હું.

ગામમાં નહીં થાય ચોરી કે લડાઇ ઝઘડા હવે ક્યાંય,

પેટ્રોલ ડીઝલ ને સોના ચાંદીની ફેક્ટરી નંખાવીશ હું.

હરેક હાથમાં લેપટોપ ને ખીસામાં મોબાઇલ હશે,

પૈસા ખુટશે તો તેના બાપાની જમીન વેચાવીશ હું.

ફેસબુક અને વોટ્સઅપ ફરજીયાત વાપરો બધા,

ફોટો પડાવા પ્લાસ્ટીક સર્જરી કરાવી આપીશ હું.

ક્ષણવાર માં ઉકેલીશ પરીવાર નીયોજન નો પશ્ન,

લગ્ન પહેલા જ વરરાજાની નસબંધી કરાવીશ હું.

છોકરા છોકરીઓ બસ હવે ક્લાસ માં ગીતો ગાશે.

ફીલ્મનો પીરીયડ સ્કૂલ માં ફરજીયાત કરાવીશ હું,

જો માનતા મારી વાતો મિત્રો, આ બધી મજાક છે,

મારો વોટ પણ બીજા ઉમેદવારને આપી આવીશ હું.

નથી બનવું સરપંચ કે સભ્ય મારે કયારેય કદી,

વીચાર્યું કે આવી વાતો થી સમય પાસ કરાવીશ હું.

– આસીફ ક્લાસિક

Posted in અંગત...., ગઢા ન્યુઝ...., ગામને લગતું...., બ્લોગ અપડેટ...., મજાક...., મનોરંજન...., મારૂ ગામ...., મોજ-મસ્તી...., શુભેચ્છા...., સમાચાર.... | Tagged , , , , , , , , | Leave a comment

મારા અનુભવ….!

એવું નથી કે વતન માટે મને પ્રિત નથી,

જાણું છું હું કે સઉદી રહેવામાં હિત નથી.

 મને ઘણો થાય છે વતન છોડ્યાનો અફસોસ,

ભમરો છોડીને રેતીના ઢગલામાં કોઇ જીત નથી.

 જુમ્મા માં અરબી ખુત્બા સાંભળ્યા અમે તો,

૧૧મી કે ૧૨મી માં મૌલાનાની મજલીસ નથી.

 અરબી ગીતો સાંભળીને કાનને એઠા કરવાના,

ગુજરાતીમાં ગાયન અહિં ક્યાંય પ્રચિલત નથી.

 ઇચ્છા થાય છે સઉદીના મારા અનુભવો લખું તમને.

શું લખું ? અહિંયાં સંસ્કાર કે સંસ્કૃતિ સંકિલત નથી.

 છોકરાના ઉછેરનોય અહિંયા છે હિસાબ કિતાબ,

ભારતીય મા-બાપ જેવું ઉદારીકરણ ગણિત નથી.

 દુઃખી થવાની ઘણી જ રીતો હશે આ દુનિયામાં,

મનને મારી ને જીવ્યા કરવું એ વાત સારી નથી.

 રાંધવા, ખાવામાં ને કપડા ધોવામાં રોજ રોજ,

ઘર-પરિવારને શાન્તીથી વાત થાતી નથી.

 બુરખામાં જીન્સને ટી શર્ટ પહેરી સ્ત્રીઓ ફરે,

તોપને લાલ ઓઢની સિવાય કોઇ દેખાતું નથી.

 બદલતી ફેશનના નખરા અહીંયા હોય છે રોજ નવા,

ભારતીય કલ્ચર જેવું લગ્નજીવન દેખાતું નથી.

 હોટલ કરાંચી, લાહોર ને ઇસ્લામાબાદ છે અહિં,

ગુજરાતી થાળી તો ક્યાંય જોવા મળતી નથી.

 રીયાલમાં કમાવીને રીયાલ વાપર્યા અમે તો,

રૂપિયાની નોટ હાથમાં ક્યારેય આવતી નથી.

 રાતે ને દિવસતો સુરતાઓ નો જ ડર હોય,

મિત્ર કહે હું તો વર્કો કે ઇકામો લાવ્યો નથી.

 લઇને ઇકામો ને પર્સ ફરવા ગયા બધા,

મુતવ્વા આવશે તો એ બીકે કયાંય બેસાતુ નથી.

 ખબુસ ને ખબસા ખાઇ ખાઇ ને રોજ,

પેટની ચરબીનું પ્રમાણ તો ઘટતું નથી.

 મોટી કરી ૩૦ માંથી ૩૨ કમર હું તો,

જુનું પેન્ટ લાવ્યો તો એ હવે ચડતું નથી.

 સવારે ઉઠું વહેલા ને મોડા સુવાનું રોજ રોજ,

આંખોમાંથી ઉંઘ ઉડાડવાનું મન થાતું નથી.

 મિત્રો કહે તારે તો ઘણું સારૂ છે આસીફ,

કોને કહું કે બેસીને કમરનું દુઃખ જાતું નથી.

 મુદીર કહે યાલ્લા રો, યાલ્લા તાલ,

તાલમાં એમની ગતાગમ પડતી નથી.

 હુ આર યું એવું જો ક્યારેક કહું એમને કદી,

ફાઇન કહે પાછા ને કહે અંગ્રેજી તને આવડતી નથી.

 કાળી ચા ને સીગરેટ પીવા મળે અહિ,

ગલ્લાનું મીઠું પાન ક્યાંય મળતું નથી.

 કાયમી ઘરે રહેવાનું મન થાય છે મારૂં,

પણ કમાણી વગર ભવિષ્ય દેખાતું નથી.

 ના-ના કરતાં કાઢી નાખ્યાં ૫ વર્ષ અહિં,

ઘર ગામની યાદ કોઇ દી જાતી નથી.

 નથી નથી કરીને બહું લખી નાખ્યું હુ તો,

સાઉદીની વાતો ક્યારેય પુરી થાતી નથી.

 છે મારવાડી ને ભૈયા મારા રૂમના પાર્ટનર,

એકને તીખું ને એક ને મરચું ભાવતું નથી.

 આસીફના અનુભવે સઉદી ભૂલતા નહિં,

મળે મોકો આવાનો અહિં તો સઉદી ખોટું નથી.

 ક્યારે આવે ને ક્યારે જાય એવું કહે ભાયબંધ,

કોઇ દી અમારો સામાન તો લઇ જતો નથી.

 બલદના માર્કેટમાં નવી-નવી વસ્તુ જોઇને,

પાકીટમાં પૈસા ક્યારેય પાછા આવ્યા નથી.

 ઘરે જતાં ૫૦ કિલો સામાન લઇને બેઠો છું હું તો,

ભરૂં તો શું લગેજ હવે રીયાલ તો એક વધતો નથી.

 એક વાર કરી હજને ઉમરાહ બહુવાર,

તવાફનો મોકો હું ક્યારય ચૂક્યો નથી.

 મક્કા અને મદિના માં સુકુન છે બસ,

એના સિવાય તો કંઇ જવું ગમતું નથી.

 હવે તો થાય છે બોલાવું પરિવારને અહિં,

હજ કરાવી એમને મારે ફરી આવવું નથી.

 આવીશ હું જાન્યુઆરીમાં વતન હું પરત,

એક મહિના થી વધારે રજા મળતી નથી.

 હવાડાના પાણીમાં નહાવું છે મારે તો,

વાંગા જેવું એક ખાબોચીયું જળતું નથી.

 ઘરવાળા બોલાવે એટલે ૬ મહિને હું જાઉં,

પણ દરેકવાર ૬ મહિને જવાનું થાતું નથી.

 જવાનું તો કદાચ થઇ જાય કોઇ વાર જલ્દી,

મિત્રો કહે આવા-જવાનું તારૂ કોઇ ઠેકાણું નથી.

 વોડાફોન લઇને ફરૂં હું તો રોમીંગમાં,

મિત્રોનો મીસકોલ ક્યારેય આવતો નથી.

 દોસ્તો સુધારીને વાંચજો તમે આ બધું,

ખબર છે મને વળતો જવાબ આવતો નથી.

 શું કમાયું હું સઉદીમાં બનાવ્યું ફાર્મ ને લાવ્યો કાર,

ભેગું કરવા કરવામાં ખીસામાં હવે પાકીટ રહી નથી.

 મને ઘણો થાય છે વતન છોડ્યાનો અફસોસ,

ભમરો છોડીને રેતીના ઢગલામાં કોઇ જીત રહી નથી.

                                                                       –     આસીફ ક્લાસિક

Posted in અંગત...., ઇસ્લામિક...., ગઢા ન્યુઝ...., ગામને લગતું...., ગુજરાત...., દેશ-દુનિયા...., મજાક...., મનોરંજન...., મારૂ ગામ...., મોજ-મસ્તી...., શુભેચ્છા...., સમાચાર...., Computer, India, Indian, World | Tagged , , , , , , , | 1 ટીકા

ગુજરાતીઓ પ્રાઉડ ફિલ કરવું છે ? તો વાંચો આ ખાસીયતો !

 1. ગુજરાત એ દુનિયાનો એક માત્ર એવો પ્રદેશ છે જેણે દુનિયાના બે રાષ્ટ્રોના રાષ્ટ્રપતિઓ આપ્યાં છીએ. એક છે ગાંધીજી અને બીજા છે મહમ્મદ અલી જિન્નાહ.
 2. ભારતીયો ઉદ્યોગપતિઓમાં આગવું સ્થાન ધરાવનારા ધીરુભાઈ અંબાણીને કોણ નથી ઓળખતું ? રિલાયન્સ સમૂહ ઉભો કરનારા ધીરૂભાઈ એક ગુજરાતી હતાં.
 3. ગુજરાતી પ્રજા એ વેપારી પ્રજા છે. માત્ર દેશમાં જ નહીં, વિદેશમાં પણ વેપાર ક્ષેત્રે ગુજરાતી પ્રજાનો ડંકો વાગે છે. અઝીમ પ્રેમજી, જમશેદજી તાતા એ બધા વિશ્વવિખ્યાત ગુજરાતી ઉદ્યોગપતિઓ છે.
 4. ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે. એશિયાનું મોસ્ટ ગ્રીનેસ્ટ કેપિટલની ઉપાધી પણ ગાંધીનગરને મળી છે.
 5. સુરત એ ભારતનાં ડાયમંડ સિટી તરીકેની ઓળખ ધરાવે છે. એટલું જ નહીં, સુરત એ ગુજરાતનું જ નહીં દેશનું પણ ફાસ્ટેટ ગ્રોઈંગ સિટી છે.
 6. સોરઠ તરીકે ઓળખાતું જૂનાગઢ એ ગુજરાતનું આગવું શહેર છે. સોરઠ એ સંતો અને જોગીઓની ભૂમિ ગણાય છે.
 7. રાજકોટ એ કાઠિયાવાડનું હ્યદય છે. રાજકોટની પ્રજા પણ મોજીલી છે. એટલે જ તેને રંગીલા શહેર તરીકે ઓળખવામાં આવે છે.
 8. ભાવનગર એ ગુજરાતની સંસ્કારની નગરી તરીકે પ્રખ્યાત છે. ગુજરાતી સાહિત્યનું સેન્ટર એટલે ભાવનગર.
 9. વિશ્વમાં ગમે ત્યારે હીરા જોવા મળે, આપણું સુરત શહેર ક્યાંક સંકળાયેલું હોય છે. દુનિયાનાં 80 ટકા હીરા સુરતમાં પોલીશ થાય છે.
 10. ગુજરાત એ ભારતના કુલ ક્ષેત્રફળનાં માત્ર 6 ટકા ભાગ ધરાવે છે. અને વસ્તીના હિસાબમાં એ કુલભારતીયોમાં માત્ર પાંચ ટકા ભાગ જ ધરાવે છે. તેમ છતાં પણ દેશનાં શેરબજારનો 30 ટકા હિસ્સો ધરાવે છે.
 11. ગુજરાતમાં કરતાં અનેક રાજ્યો વસ્તી અને વિસ્તારની દ્રષ્ટીએ મોટા છે. જોકે, તેમ છતાં પણ દેશની કુલ નિકાસમાં ગુજરાતનો ફાળો 16 ટકા જેટલો છે.
 12. જામનગર એની સુંદરતા અને વૈભવશાળી ઈતિહાસ માટે જાણીતું છે. દુનિયાની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી ગુજજરાતમાં છે.
 13. એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ ગુજરાતના ભાવનગર પાસે અંલગમાં આવેલું છે.
 14. એશિયાટીક લાયન એક માત્ર ગુજરાતમાં જ જોવા માટે છે. ગીરનું જંગલ એ સિંહોનું કુદરતી રહેઠાણ છે.
 15. ગુજરાત એ દેશનું ફાર્મા ઉદ્યોગનું પણ હબ ગણાય છે. ઝાયડસ, કેડિલા, એલેમ્બિક, ટોરેન્ટ, સન ફાર્મા સહિત દેશનો લગભગ 40 ટકા ફાર્મા ઉદ્યોગ એકલા ગુજરાતમાં આવેલો છે.
 16. ગુજરાત એ દરિયા કિનારે વસેલું રાજ્ય છે. ભારતમાં સૌથી વધુ દરિયાકાંઠો ગુજરાત ધરાવે છે.
 17. વિશ્વમાં મિલ્ક બ્રાંડ ક્ષેત્રે ડંકો વગાડતી અમુલ બ્રાંડ ગુજરાતી છે.

સ્ત્રોત: ઈન્ટરનેટ,
ભાષાંતર : આસિફ ક્લાસિક
તારીખ : 20 નવેમ્બર 2013

Posted in ગુજરાત...., જાણવા જેવું...., બ્લોગ અપડેટ...., ભારત...., વિજ્ઞાન...., શુભેચ્છા...., સમાચાર...., Computer, India, World | Tagged , , , , , , , | Leave a comment

Asif Classic

Just For Fun

વિડિઓ | Posted on by | Tagged , , | 2 ટિપ્પણીઓ

સીધા લોકો માટે સફળ થવાના દસ પગથિયાં

સીધા-સાદા લોકો ક્યારેય કોઇનું ખરાબ નથી ઇચ્છતા હોતા છતાં સફળતાની રેસમાં પાછા પડે છે. તેઓ બહુ ભાવુક અને સંવેદનશીલ હોય છે. વ્યવહારુ ગણતરીઓ પણ લાગણીની સ્લેટ પર જ કરે છે.

આપણી આસપાસ વસતા હજારો લોકોમાં ઘણા એવા પણ નજરે ચડશે, જે સ્વભાવે એકદમ ભોળા અને વ્યવહારમાં સાવ સરળ હોય છે. આવી વ્યક્તિઓને ઘણી વખત ‘ભગવાનના માણસ’નું લેબલ લગાવાતું હોય છે પરંતુ એવું પણ બનતું હોય છે કે સફળતા આવા સીધા-સાદા માણસોથી દસ ડગલાં દૂરથી જ ચાલી જાય છે. આવા લોકો ક્યારેય કોઇનું ખરાબ નથી ઇચ્છતા હોતા છતાંય સફળતાની રેસમાં પાછા પડે છે. તેઓ બહુ ભાવુક અને લાગણીશીલ હોય છે. વ્યવહારુ ગણતરીઓ પણ તેઓ લાગણીની સ્લેટ પર કરતાં હોય છે.

અહીં આવા સીધા લોકો માટે સફળ થવાના દસ પગથિયાં આપેલાં છે. આ પ્રત્યેક પગથિયું તમને સફળતાની ઓર નિકટ લઇ જશે.

પહેલું પગથિયું

આત્મવિશ્વાસ: પહેલો સગો પાડોશી નહીં બલકે આત્મવિશ્વાસ. યાની કી જાત પર ભરોસો છે! કોઇ કાર્યમાં તનતોડ મહેનત કરતા પહેલા એ કામ સફળતાપૂર્વક પૂરું કરવાનો આત્મવિશ્વાસ હોવો જોઇએ. નહીંતર ખુદની યોગ્યતા પર નહીં પણ અને બીજાંની સલાહો પર ચાલનારાઓની તો આખી ફોજ છે.

બીજું પગથિયું

યોગ્યતા: એક સફળ અને નિષ્ફળ વ્યક્તિ વચ્ચે સૌથી મોટો તફાવત તેની યોગ્યતાનો હોય છે. કોઇ કામ હાથ પર લેતા પહેલા તે માટેની યોગ્ય લાયકાત કેળવવી જોઇએ. આપણે મહેનત ઘણી કરીએ પણ યોગ્યતાના પ્રશ્નને ઓપ્શનમાં કાઢી નાખીએ તો સફળતાનો સંઘ કાશીએ ન પહોંચે! યોગ્યતાની મૂડી વધારવા સતત જ્ઞાન મેળવતા રહો અને વહેંચતા રહો. સીધા રહીને પણ સફળ થઇ શકાય. બસ તમારા હરીફોથી બહેતર બનવાના પ્રયાસમાં લાગ્યા રહો.

ત્રીજું પગથિયું

આયોજન: રોજિદાં કામ હોય કે જિંદગીનાં મસમોટા ભગીરથ કાર્યો, બધું જ યોગ્ય રીતે આયોજનપૂર્વક થવું જોઇએ. મોટા ભાગના સીધા લોકોની આ જ મુશ્કેલી હોય છે કે તેઓ આયોજન કરવાની કળા નથી જાણતા હોતા અને પરિણામે બીજા લોકો પર નિર્ભર રહેવું પડે છે. સફળ થનારા લોકોની ખૂબી એ જ હોય છે કે તેઓ દરેક કામને તબક્કાવાર આયોજનપૂર્વક જ કરતા હોય છે. આની સામે સીધા લોકો કહેતા રહી જાય છે કે ‘ભલાઇનો તો જમાનો જ નથી રહ્યો!’ પરંતુ એવું નથી. સફળતા માટે જરૂરી છે ગણતરીપૂર્વકનું યોગ્ય આયોજન અને તેનું યોગ્ય ‘બેકઅપ!’

ચોથું પગથિયું

પરિવર્તન: જેમ બંધિયાર પાણી સડી જાય તેવું જ વ્યક્તિત્વનું પણ છે. બદલાતા સમયની સાથોસાથ તમારા વ્યક્તિત્વમાં કોઇને કોઇ સકારાત્મક પરિવર્તન આણતા રહો, જેથી તમારો સહજ અને સરળ સ્વભાવ ઓર નીખરી આવશે. એટલું જ નહીં આજુબાજુનાં પરિવર્તનોને પણ એટલી જ સહજતાથી સ્વીકારતા શીખો. જો આપણે નહીં બદલાઇ એ તો સમય બદલાઇ જશે. આસપાસના લોકો બદલી જશે અને આપણે વસવસો કરીને ત્યાંને ત્યાં જ રહી જશું! પરિવર્તન એ સંસારનો જ નહીં, સફળતાનો પણ નિયમ છે!

પાંચમું પગથિયું

આંતરિક સંઘર્ષ: આપણી અંદર સતત એક યુદ્ધ ચાલતું રહે છે, એ છે જાત સામેનું યુદ્ધ. ઘણા લોકો આ આંતરદ્વંદ્વમાં જ પાછળ રહી જાય છે. જેમાં એક મન કહે છે બીજાઓ જેવા બનો, જયારે બીજું કહે છે જેવા છો તે જ ઠીક છો! ક્યારેક તો આ લડાઇ જીવનભર ચાલતી રહે છે. સફળ થવા માટે આંતરદ્વંદ્વના આ કળણમાંથી બહાર આવવું આવશ્યક છે. એ માટે મનને મક્કમ બનાવવું પડશે અને જાતને મજબુત બનાવવી પડશે ‘અંદરથી સ્ટ્રોંગ!’ તમારી દીવાદાંડી તમે જ બનો.

છઠ્ઠું પગથિયું

પડકાર: દરેક કામ, પ્રત્યેક તકને એક પડકારની જેમ ઝીલી લો. આ પડકાર આપણને લક્ષ્ય કેન્દ્રિત બનાવે છે. જો તમે નવાનવા પડકાર ઝીલવામાં ડરતા રહેશો તો સફળતા પણ આપણાથી ડરીને દૂર જ રહેશે. તકને પડકાર માનવાથી બીજો ફાયદો એ થાય છે કે એકાગ્રતા વધે છે અને સફળતાની શકયતાઓ પણ વધી જાય છે. એટલે જો સરળતાને વ્યક્તિત્વનો મંત્ર ગણીએ તો પડકાર એ સફળતાનો મંત્ર છે!

સાતમું પગથિયું

ટીમ વર્ક: આપણે રોબિન્સન ક્રૂસોની જેમ કોઇ ટાપુ પર એકલા નથી રહેતા. સાવ એકલા રહીને કોઇ કામ ન થઇ શકે. આપણે ગમે તેટલી સરળ, સમજદાર કે કાબેલ વ્યક્તિ હોઇએ પણ ટીમના મહત્વને વીસરી જઇને કામ કરશું તો સફળતા પણ એકલવાયી જ રહેશે. આપણે સફળ છીએ એવું માનવા માટે પણ બીજા લોકો જોઇશે ને! આથી ઊલટું, ટીમ વર્ક અને ભાગીદારીથી આપણામાં તંદુરસ્ત હરીફાઇના ગુણ ખીલે છે. વળી, આપણો સહજ સ્વભાવ ટીમમાં પણ સમ્માનનીય બનાવે છે.

આઠમું પગથિયું

લાગણીઓની સ્વસ્થતા: ઘણી વખત આપણે લાગણીઓને વશ થઇને એવાં કામો કરતા હોઇએ છીએ, જેને બીજા શબ્દોમાં સમાધાન કહી શકાય. અલબત્ત, આપણે બીજાને નુકસાન થાય એવું કશું ન કરીએ પણ આપણો ખુદનો ફાયદો થાય એવું તો કરી જ શકાય. વળી, એટલા આળા પણ ન બનીએ કે ખસખસના દાણાની પણ ઠેસ વાગી જાય!

નવમું પગથિયું

વ્યવહારકુશળતા: સીધા લોકો ઘણી વખત બીજાઓ સાથે વ્યવહાર કરવામાં જ માર ખાઇ જતા હોય છે. કરવા જઇએ ભલાઇ અને થઇ જાય કંઇક ઊલટું. આપણા વ્યવહારમાં વિચાર અને આચાર વચ્ચે સાતત્ય હોવું જોઇએ, જેથી બધા સામે ચાલીને આપણા સાથીદાર બનવા ઇચ્છે! જો આપણો વ્યવહાર નબળો અને સાવ બાંધછોડ કરવાની વૃત્તિવાળો રહ્યો તો સફળતા તો એક બાજુએ રહી પણ શોષણના શિકાર થઇ જવાની શકયતા રહે છે. એટલે ‘સખાવત લાખની પણ વ્યવહાર કોડીનો’!

દસમું પગથિયું

ડર નિવારણ: ઘણી વખત આપણે કાલ્પનિક ભયથી પીડાતા હોઇએ છીએ. જેથી કામ શરૂ કર્યા પહેલા જ હાર માની લઇએ છીએ. આ ભયના પાયામાં અનુભવ અને આત્મવિશ્વાસ ખૂટતા હોય છે. સતત ડર્યા કરવાની વૃત્તિ આપણા પ્રયત્નોને પણ ત્રુટિયુક્ત બનાવે છે. સફળ લોકો કંઇ વિશિષ્ટ ઇશ્વરીય શક્તિ ધરાવતા નથી હોતા. બસ તેઓ ડર્યા વિના કામ કર્યે રાખતા હોય છે. સાચુકલા ભય કરતા ઘણી વખત આ કાલ્પનિક ભય વધુ ઘાતક પુરવાર થતો હોય છે, માટે સફળ થવા આ ભયને તો જાકારો દેવો જ રહ્યો.

સ્ત્રોત : http://www.divyabhaskar.co.in/article/spl-why-god-man-dont-get-success-1046544.html

Posted in અકાલ્પનિય...., ગુજરાત...., દેશ-દુનિયા...., બ્લોગ અપડેટ...., મજાક...., મનોરંજન...., શુભેચ્છા...., સમાચાર.... | Tagged , , , , , , , | 5 ટિપ્પણીઓ

સવાર ૮.૩૦ વાગે પડતાં વાત બની વાસી

ગઇ કાલે તારીખ હતી ૩૦ જુન, રાતે સુવાનું મોડું થઇ ગયું કેમ કે સવારે ઓફીસ કામે બહાર જવાનું થયું અને રાતે આવતા મોડું થઇ ગયું એટલે સુતા પહેલા એલાર્મ મુકવું પડે એમ હતું કેમ કે રવિવારે સવારે વહેલા ઉઠવું જરૂરી હતું. પણ મારી આંખ રવિવાર સવારે .૩૦ વાગે આંખ ખૂલી અને પહેલા મોબાઇલ હાથમાં લીધો સમય જોવા પણ જોતાં આંખો તો ખુલીજ રહી ગઇ. અને આંખોમાંથી ઉંઘ ઉડી ગઇ કેમ કે મારા મોબાઇલ 19 Miscall અને 42 SMS હતા. રવિવારે વહેલા ઉઠવાના પ્લાનમાં પાણી તો પાણી પણ આંધી, તોફાન બધું ફરી વળ્યું. કેમ કે આજે જુલાઇ એટલે મારો જન્મદિવસ. પણ હવે શું બધાએ Wish કરવા Call કે SMS  કરેલા તે બધા તો મારા માટે વાસી થઇ ગયા અને આજે મારે મારા જન્મદિવસે મિત્રોને સામેથી ફોન કરવા પડ્યા ત્યારે પહેલો કોલ મારા ખાસ મિત્રને કર્યો તો એણે મને Wish કરવાને બદલે પહેલા તો સંભળાવી અને પછી કહે હેપ્પી બર્થ ડેકોણ જાણે આખું વર્ષ કેવું જશે.

આજના બધા SMS માંથી એક ખુબ સરસ SMS હતો.

 Every second God remembers you,

Every minute God bless you,
Every hour God cares for you because…
Every day I pray God to take care of U.

Wish you a many many happy returns of the day
May God bless you with health, wealth and prosperity in your life

HAPPY BIRTHDAY TO YOU

આભાર સહ……

Posted in અંગત...., જન્મદિન...., જન્મદિવસ...., જાણવા જેવું...., બર્થ ડે...., મજાક...., મનોરંજન...., મોજ-મસ્તી...., શુભેચ્છા...., સમાચાર...., Birthday | Tagged , , , , , , , , , , , , , | 2 ટિપ્પણીઓ