વાર્તા રે વાર્તા…….! ટુલબાર

ટુલબાર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરો.

વાર્તા રે વાર્તા……!

Posted in અંગત...., ગઢા ન્યુઝ...., ગામને લગતું...., બ્લોગ અપડેટ...., મારૂ ગામ...., સમાચાર...., English.... | Tagged , , , , , , , | Leave a comment

હિંમતનગર…..

King Palace, Nyaymandir, Himatnagar. 

          હિંમતનગર શહેરની સ્થાપના સુલતાન અહમદ ૧લાએ (ઈ. સ. ૧૪૧૧ થી ઈ. સ. ૧૪૪૩) કરી હિંમતનગરનો ટાવર રોડ - જુન ૨૦૦૫ ની તસ્વીરહતી. ઇડરના રાવને અંકુશમાં રાખવા માટે સુલતાન અહમદ ૧ લાએ જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરની મુળ સ્થાપના ઇ.સ.૧૪ર૬ માં કરી હતી. સુલતાનને આ સ્થળ ખુબ પસંદ હતું એમ કહેવાતું અને તેથી તેનું નામ અહમદનગર રાખવામાં આવ્યું. ત્યાર બાદ ઇ. સ. ૧૮૪૮ માં ઇડર રાજયને તે પાછું સોંપવામાં આવ્યું અને ઇ. સ. ૧૯૧ર માં ઈડરના મહારાજા હિંમતસિંહના નામ ઉપરથી શહેરનું જૂનું નામ અહમદનગરમાંથી તેનું હાલનું નામ હિંમતનગર બદલવામાં આવ્યું.

          ગુજરાત રાજ્યમાં ૧૯૪૯ના ઓગસ્ટ માસમાં અસ્તિત્વમાં આવ્યો સાબરકાંઠા જિલ્લો. જિલ્લાની હદમાં વહેતી સાબરમતી નદી ઉપરથી જિલ્લાનું નામ પડયું સાબરકાંઠા.

         હિંમતનગર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. હિંમતનગર આ તાલુકાનું તેમજ સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક છે.

હિંમતનગરનો ટાવર રોડ - ૨૦૦૯ ની તસ્વીર

(હિંમતનગર ટાવર રોડની ૨૦૦૯ ની સાલમાં લીધેલી તસ્વીર)

ટપાલ કોડ       :-   ૩૮૩ ૦૦૧
ટેલીફોન કોડ    :-   ૦૨૭૭૨
વાહન કોડ       :-   જી. જે. ૦૯

**************************

સ્ત્રોત :- મારૂ ગામ, મારા અંદાજમાં !

Posted in ગુજરાત...., શુભેચ્છા...., સમાચાર...., સાબરકાંઠા...., હિંમતનગર.... | Tagged , , , | Leave a comment

મદની જામા મસ્જિદ, ગઢા

           ગઢા, ૬૦૦૦ની વસ્તી ધરાવતું આ ગામ ખુબ સુંદર છે. પાંચ (૫) મસ્જિદ અને છ (૬) મંદિર છે.  અને પાંચ મસ્જિદ પૈકી એક મસ્જિદ નામે મદની જામા મસ્જિદ જે ગામના વચ્ચેના વિસ્તારમાં આવેલી છે.

“મસ્જિદનો દેખાવ સામેના ભાગમાંથી”

મદની જામા મસ્જિદ, ગઢા.

Posted in ઇસ્લામિક...., ગઢા ન્યુઝ...., ગામને લગતું...., મારૂ ગામ.... | Tagged , , , | Leave a comment

ક્લીન વિલેજ, ગ્રીન વિલેજ – ગઢા

               ગામ ગઢા, સવાર નો સમય હતો લગભગ ૯.૦૦ વાગ્યા હશે અને હું સવારે મારા મિત્રને ફોન કર્યો તો કહે થોડી વારમાં વાત કરૂં છું. અને મને સમજાયું નહિં કે કેમ શું થયું હશે ? પણ થોડી વારમાં જ તેનો વળતો જવાબ આવ્યો કે ધુળ ખુબ ઉડતી હતી અને બસ સ્ટેન્ડ પર ઉભેલા તમામ વ્યક્તિઓ સ્ટેન્ડ છોડીને ઘર તરફ જવાનો વિચાર કરતા હતા. અને વિદ્યાર્થીઓ ખુબ જ ઉત્સાહથી કંઇક બોલી રહ્યા હતા.

    

              વાત જાણે એમ હતી કે ગઢા ગામને સ્વચ્છ અને સુંદર એક “ક્લીન ગઢા, ગ્રીન ગઢા” બનાવવા માટે પ્રાથમિક તથા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ એ “સફાઇ ત્યાં ખુદાઇ” આ સુત્ર ને અમલમાં મુકી સમગ્ર ગામમાં શેરી-શેરી એ સફાઇ અભિયાન આરંભ્યું હતું.

              વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ નીચે પડલો કચરો એક કચરા પેટીમાં ભેગો કરતા અને સાથે સાથે બીજા બાળકો હાથમાં જાડું લઇને તેમની સાથે સફાઇ કરી રહ્યા હતા. થોડી જ વારમાં તો મારા ગામનો “લુક” એટલે કે દેખાવ જાણે કોઇ “થ્રીડી વિલેજ” ના હોય તેમ બની ગયો. અને ફક્ત ૧ થી ૧.૩૦ કલાકના સમયમાં જાણે આખું ગામ નવી રીતે જ ના બનાવી નાખ્યું હોય તેમ લાગતું હતું. પણ એક વાત ની યાદ જરૂર આવી કે જે ગામના મહારાજા જો પોતેજ સફાઇ કરી લેતા હોય એ ગામની વાત કંઇક જુદી જ હશે.

     

              વર્ષો જુની “જનકપુરી નગરી” ની યાદ તાજી થઇ ગઇ હતી. અત્રે યાદ આપવું જરૂરી છે કે હજારો વર્ષો પહેલા આ જ ગઢા ગામ જનકપુરી નગરીના નામે ઓળખાતું હતું. અને અહિયાં “મહારાજા જનકસિંહજી ઝાલા” રાજ્ય કરતા હતા. અને તેમના સમયમાં સમગ્ર રાજ્યમાં ખૂબ ચોખ્ખાઇ અને સફાઇ રહેતી હતી. કદાચ જો ગામમાં ગંદકી જોવા મળે તો મહારાજા જનકસિંહજી પોતે હાથમાં જાડું લઇને જાતે જ સફાઇ કરતા હતા. જેમને લીધે આ વિસ્તારની પ્રજામાં ચોખ્ખાઇ અને ઇમાનદારી ગુણો વર્ણાયેલા છે. જેની પ્રતિતિ આજે પણ ગઢા ગામના નાના-નાના ભૂલકાઓએ સમગ્ર ગામની સફાઇ કરીને પ્રતિતિ કરાવી છે.

Posted in ગઢા ન્યુઝ...., ગામને લગતું...., મારૂ ગામ...., સમાચાર.... | Tagged , , , | Leave a comment

મેરા ભારત મહાન…..

  1. અમેરિકા ના ૩૮ % ડોકટરો ભારતીય છે.
  2. અમેરિકા ના ૧૨ % વિજ્ઞાનિકો ભારતીય છે.
  3. અમેરિકા મા ૩૮ % નાસા ના વૈજ્ઞાનિકો ભારતીય છે.
  4. અમેરિકા મા ૩૪ % માઈક્રોસોફ્ટ્ કર્મચારિયો ભારતીય છે.
  5. અમેરિકા મા ૧૭ % ઇન્ટેલ ના કર્મચારિયો ભારતીય છે.
  6. અમેરિકા મા ૨૮ % આઈ.બી.એમ. ના કર્મચારિયો ભારતીય છે.

                   ભારત મહાન છે. પણ ભારતીય મહાન નથી. વિચારો જો આ બધા લોકો ભારત માટે કામ કરે તો ભારત કેટલી પ્રગતિ કરે ? ભારતીય હોવાનું ગર્વ અનુભવો. અને ભારત માટે કંઇક કરી છુટવાની તમન્ના રાખો. જય ભારત સાથે……

I Love My India

I Proud to be an Indian

Posted in દેશ-દુનિયા...., ભારત...., સમાચાર.... | Tagged , , | Leave a comment

કોમનવેલ્થ મહાકુંભમાં ૮૨૯ મેડલ માટે જંગ

         જેની ઉત્સુકતાપૂર્વક રમતગમત સાથે સંકળાયેલા લોકો રાહ જોઈ રહ્યા હતા તે ખેલોના મહાકુંભ કોમનવેલ્થ રમતોત્સવનો આવતીકાલે ધમાકેદાર શુભારંભ થશે. મેજબાન ભારત માટે ઐતિહાસિક પ્રસંગ છે. વિશ્વના મંચ ઉપર છવાઈ જવા ભારત માટે તક રહેલી છે. રંગારંગ સમારોહનું જીવંત પ્રસારણ પણ દૂરદર્શન પર કરવામાં આવનાર છે. કોમનવેલ્થ પાછળ ૩૦૦૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઉદ્ઘાટન અને સમાપન સમારોહ પાછળ ૩૦૦ કરોડનું આધણ કરવામાં આવ્યુ છે. ૧૭ ગેમ્સના વિશ્વના ૭૧ દેશો વચ્ચે મુકાબલો થશે. છેલ્લા ઘણા વર્ષોથી કોમનવેલ્થની તૈયારીને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા હતા. આ વખતે દેશ વિદેશના અંદાજે ૮૦૦૦ ઇન્ટરનેશનલ અને ૧૨૦૦ સ્થાનિક પત્રકારો લોકો સુધી તમામ પ્રકારની માહિતી પહોંચાડશે. ૨૦૦૬માં મેલબોર્ન ગેમ્સનું કવરેજ ૧૫૬૨ પત્રકારોએ કર્યુ હતુ. કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ મેળવવા ભારતે ૨૦૦૩માં જમૈકા ખાતે દાવેદારી કરી હતી અને મેદાન મારી લીધુ હતુ.   રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ભવ્ય, શાનદાર અને પરંપરાગત રીતે શરૃઆત થઈ રહી છે. ઉદ્ઘાટન સમારોહ દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાશે જેની ઘણા સમયથી તૈયારી ચાલી રહી છે. ખૂબ શાનદાર રીતે આને શણગારમાં આવ્યુ છે. કોમનવેલ્થની તૈયારીઓ અને આરોગ્યની અપૂરતી સુવિધાના કારણે વ્યાપક ટિકા ટિપ્પણી થઈ રહી હતી. આરોગ્યની ઓછી સુવિધા અને સુરક્ષાના કારણોસર ઘણા સ્ટાર ખેલાડીઓ ૧૨ દિવસ સુધી ચાલનાર કોમનવેલ્થ રમતોત્સવમાંથી ખસી ગયા છે. પરંતુ તેની રોમાંચકતા અને લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. સમગ્ર દિલ્હી કોમનવેલ્થના રંગમાં રંગાઈ ગયુ છે. કોમનવેલ્થને લઈને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. વિશ્વના જુદાજુદા દેશોનાં સ્ટાર ખેલાડીઓ આમા ભાગ લઈને પોતાની કુશળતા સાબિત કરવા ઉત્સુક છે. આ વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત ચંદ્રકોની ટેબલમાં ટોપ ઉપર રહી શકે છે. ૧૨ દિવસ સુધી ચાલનાર આ કોમનવેલ્થ રમતોત્સવ ઉપર અભૂતપૂર્વ ખર્ચ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૩માં જ્યારે ભારતને આનું આયોજન સોંપવામાં આવ્યુ ત્યારે ખર્ચનો આંકડો અલગ હતો જે વધીને હવે નવી સપાટીએ પહોચ્યો છે. હજુ સુધીની સૌથી મોંઘી કોમનવેલ્થ ગેમ્સ દિલ્હીમાં શરૃ થઇ રહી છે. કોમનવેલ્થ વિલેજ ઉપરાંત અન્ય તમામ જગ્યાઓએ તૈયારીઓ પરિપૂર્ણ કરી લેવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી શિલા દીક્ષિતે કહ્યુ છે કે આને સંપૂર્ણપણે સફળ બનાવવા પાછળ કોઈ પણ પ્રકારની ખચકાટ નથી. સફળતાની ખાતરી કરવા તમામ લોકો રાખેલા છે. એથલીટોના વિલેજમાં કોઈપણ પ્રકારની સમસ્યા નથી.

        ડ્રેનેજ અને ઇલેક્ટ્રિકલ સમસ્યાને દૂર કરી દેવામાં આવી છે. છેલ્લા થોડાક સપ્તાહથી એવી અટકળો ચાલી રહી હતી કે કેટલીક ટીમો ખસી જવાના કારણે સમતોત્સવને બંધ રાખવામાં આવશે પરંતુ આવો કોઈપણ નિર્ણય લેવાયો નથી. સફળ રીતે પાર પાડવા ભારતીય ખેલાડીઓની સાથે સાથે વિદેશી ખેલાડીઓ ઉત્સુક છે. હજારો ખેલાડીઓ આવી પહોચ્યા છે અને સખત તૈયારીમાં લાગ્યા છે. રમતોત્સવને આવતીકાલે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થામાં સત્તાવાર રીતે ખોલી દેવાની જાહેરાત કરવામાં આવી છે.

       પ્રાપ્ત અહેવાલ મુજબ કોમનવેલ્થમાં ૭૧ દેશોના ખેલાડીઓ અને અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં ૫૮૦૦ જેટલા એથલીટો પહેલેથી જ આવી પહોંચ્યા છે બાકીના એથલીટો પણ આવી પહોચશે. ઇતિહાસના સૌથી મોટા રમતોત્સવ તરીકે આને જોવામાં આવે છે. આયોજન સમિતિના સેક્રેટરી લલીત ભાનોતે જણાવ્યુ છે કે કમિેટીઓએ હવે મેગા ઇવેન્ટની સફળતા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. દિલ્હીમાં સુવિધાઓ મેલબોર્ન અને માન્ચેસ્ટર કરતા સારી હોવાનો દાવો કર્યો છે. આવતીકાલથી સમતોત્સવની શરૃઆત થયા બાદ ૧૪મી ઓક્ટોબર સુધી ચાલશે.

કોમનવેલ્થનું ચિત્ર…..

કોમનવેલ્થ શરૃ થવાની તારીખ    :     ત્રીજી ઓક્ટોબર ૨૦૧૦

કોમનવેલ્થ પૂર્ણ થવાની તારીખ   :     ૧૪મી ઓક્ટોબર ૨૦૧૦

કોમનવેલ્થમાં ભાગ લેતા દેશો     :     ૭૧

કોમનવેલ્થમાં ભાગ લેનાર એથ્લીટો     :     ૭૦૦૦થી વધુ

કોમનવેલ્થમાં રમતો   :     ૧૭

કોમનવેલ્થના કુલ દિવસ    :     ૧૨

કોમનવેલ્થ પર કુલ ખર્ચ    :     ૩૦,૦૦૦ કરોડ રૃપિયા

ઉદ્ઘાટન અને સમાપન પર ખર્ચ    :     ૩૦૦

કવર કરનાર પત્રકારોની સંખ્યા   :     ૨૦૦૦

પોલીસ જવાનોની સંખ્યા    :     ૮૦,૦૦૦

અર્ધલશ્કરી દળના જવાનો   :     ૧૭૦૦૦

દિલ્હી છાવણીમાં ફેરવાઈ ગયું

       વર્ષ ૨૦૦૮માં મુંબઈમાં ત્રાસવાદી હુમલો કરાયા બાદથી હુમલાની પણ દહેશત રહેલી છે. છતાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી છાવણીમાં ફેરવાઈ ગયુ છે. કોઈપણ હુમલાને નિષ્ફળ બનાવવા સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. ૧૭૦૦૦ અર્ધલશ્કરી દળના જવાનો તથા ૮૦૦૦૦ પોલીસ જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. તમામ ગેમ્સની સુવિધાઓને ઊંચી દીવાલોથી આવરી લેવામાં આવી છે. જીવિત તારની વાડ બનાવવામાં આવી છે. વ્યૂહાત્મક સ્થળો પર જવાનો ગોઠવાય તે પ્રકારના વોચ ટાવરો ગોઠવવામાં આવ્યા છે. સત્તાવાળોઓએ કુશળ તાલીમ પામેલા જવાનોની મદદ લીધી છે.

કોમનવેલ્થ ગેમ્સઃઉદ્ઘાટન સમારોહ ૩ ઓક્ટોબર સાંજે ૬:૦૦

એક્વેટિક્સઃ

ડાઈવિંગ

૧૦ ઓક્ટોબર   ૯:૩૦થી ૧૨:૧૫ સવારે અને ૪થી ૬ સાંજે

૧૧ ઓક્ટોબર    ૯:૩૦થી ૧૧:૩૦ સવારે અને ૪થી ૬ સાંજે

૧૨ ઓક્ટોબર    ૯:૩૦થી ૧૧:૩૦ સવારે અને ૪થી ૬ સાંજે

૧૩ ઓક્ટોબર   ૯:૩૦થી ૧૧:૩૦ સવારે અને ૪થી ૬ સાંજે

સ્વિમીંગ

૪ ઓક્ટોબર     ૮:૩૦ થી ૧૦:૫૦ સવારે અને ૪થી ૫:૩૨ સાંજે

૫ ઓક્ટોબર     ૮:૩૦ થી ૧૦:૧૫ સવારે અને ૪થી ૫:૨૩ સાંજે

૬ ઓક્ટોબર      ૮:૩૦ થી ૧૧:૦૦ સવારે અને ૪થી ૮:૧૭ સાંજે

૭ ઓક્ટોબર     ૮:૩૦ થી ૧૦:૩૦ સવારે અને ૪થી ૬:૦૧ સાંજે

૮ ઓક્ટોબર      ૮:૩૦ થી ૧૧:૧૫ સવારે અને ૪થી ૬:૨૬ સાંજે

૯ ઓક્ટોબર     ૮:૩૦ થી ૧૦:૩૦ સવારે અને ૪થી ૬:૧૪ સાંજે

સિંક્રોનાઈઝડ

૬ ઓક્ટોબર      ૧૨:૦૦ થી ૨:૦૦ બપોરે

૭ ઓક્ટોબર     ૧૨:૦૦ થી ૨:૧૫ બપોરે

આર્ચરી

૪ ઓક્ટોબર     ૯:૦૦ થી ૧૨:૦૦ સવારે અને ૨થી ૫ બપોરે

૫ ઓક્ટોબર     ૮:૩૦ થી ૧૨:૧૦ સવારે અને ૧:૩૦થી ૫:૧૦ બપોરે

૬ ઓક્ટોબર      ૮:૩૦ થી ૧૧:૦૦ સવારે અને ૧:૩૦ થી ૪:૦૦ બપોરે

૭ ઓક્ટોબર     ૯:૦૦ થી ૧૦:૫૫ સવારે અને ૨થી ૩:૫૫ બપોરે

૮ ઓક્ટોબર      ૯:૦૦ થી ૧૦:૫૫ સવારે અને ૨થી ૩:૫૫ બપોરે

૯ ઓક્ટોબર     ૯:૦૦ થી ૧૦:૫૫ સવારે અને ૨થી ૩:૫૫ બપોરે

૧૦ ઓક્ટોબર ૯:૦૦ થી ૧૦:૫૫ સવારે અને ૨થી ૩:૫૫ બપોરે

એથ્લેટિકસ :

ટ્રેક એન્ડ ફિલ્ડ

૬ ઓક્ટોબર      ૫:૩૦ થી ૮:૪૦ સાંજે

૭ ઓક્ટોબર     ૧૦:૦૦ થી ૧૨:૧૫ સવારે અને ૫:૩૦ થી ૮:૧૫ સાંજે

૮ ઓક્ટોબર      ૧૦:૦૦ થી ૧૨:૧૫ સવારે અને ૫:૩૦ થી ૮:૧૫ સાંજે

૯ ઓક્ટોબર     ૧૦:૦૦ થી ૧૨:૧૫ સવારે અને ૫:૩૦ થી ૮:૧૫ સાંજે

૧૦ ઓક્ટોબર    ૫:૩૦ થી ૮:૧૫ સાંજે

મેરાથોન :

૧૪ ઓક્ટોબર ૬:૩૦ થી ૯:૩૦ સવારે

વોક :

૯ ઓક્ટોબર     ૬:૩૦ થી ૯:૩૦ સવારે અને ૫:૩૫થી ૫:૪૦ સાંજે

બેડમિન્ટન :

૪ ઓક્ટોબર     ૯ થી ૧ સવારે, ૨થી ૬ બપોરે, ૭થી ૧૧ રાત્રે

૫ ઓક્ટોબર     ૯ થી ૧ સવારે, ૨થી ૬ બપોરે, ૭થી ૧૧ રાત્રે

૬ ઓક્ટોબર      ૯ થી ૧ સવારે, ૨થી ૬ બપોરે, ૭થી ૧૧ રાત્રે

૭ ઓક્ટોબર     ૧૧થી ૩ બપોરે, ૭ થી ૧૧ રાત્રે

૮ ઓક્ટોબર      ૨થી ૬ બપોરે, ૭ થી ૧૧ રાત્રે

૯ ઓક્ટોબર     ૯ થી ૨:૩૦ બપોરે

૧૦ ઓક્ટોબર    ૯ થી ૨:૩૦ બપોરે

૧૧ ઓક્ટોબર     ૯ થી ૩ બપોરે, અને ૬થી ૧૦ રાત્રે

૧૨ ઓક્ટોબર     ૫ થી ૧૦ રાત્રે

૧૩ ઓક્ટોબર     ૪:૩૦ થી ૯:૩૦ રાત્રે

૧૪ ઓક્ટોબર    ૧૦ થી ૩ બપોરે

બોક્સિંગ :

૫ ઓક્ટોબર     ૧થી ૫ બપોરે, ૬:૩૦ થી ૧૦:૩૦ સાંજે

૬ ઓક્ટોબર      ૧થી ૫ બપોરે, ૬:૩૦ થી ૧૦:૩૦ સાંજે

૭ ઓક્ટોબર     ૧થી ૫ બપોરે, ૬:૩૦ થી ૧૦:૩૦ સાંજે

૮ ઓક્ટોબર      ૧થી ૫ બપોરે, ૬:૩૦ થી ૧૦:૩૦ સાંજે

૯ ઓક્ટોબર     ૧થી ૩:૩૦ બપોરે, ૫:૩૦ થી ૮ રાત્રે

૧૦ ઓક્ટોબર    ૧થી ૩:૩૦ બપોરે, ૫:૩૦ થી ૮ રાત્રે

૧૧ ઓક્ટોબર     ૧થી ૩:૩૦ બપોરે, ૫:૩૦ થી ૮ રાત્રે

૧૩ ઓક્ટોબર     ૩ થી ૫:૩૦ બપોરે, ૭ થી ૯:૩૦રાત્રે

સાયકલિંગ :

ટ્રેક :

૫ ઓક્ટોબર     ૧૧:૩૦ થી ૩:૪૫ બપોરે, ૬ થી ૭ સાંજે

૬ ઓક્ટોબર      ૧૧:૩૦ થી ૩:૩૦ બપોરે, ૬:૩૦ થી ૮:૩૫ રાત્રે

૭ ઓક્ટોબર     ૧૧:૦૦ થી ૪:૩૪ બપોરે, ૫ થી ૫:૩૦ સાંજે

૮ ઓક્ટોબર      ૧૧:૩૦ થી ૨:૪૫

રોડ માસ સ્ટાર્ટ

૧૦ ઓક્ટોબર    ૯:૦૦ થી ૧૨:૩૦ સવારે, ૧ થી ૬ બપોરે

રોડ ટાઈમ ટ્રાયલ્સ

૧૩ ઓક્ટોબર     ૧૦:૩૦ થી ૧૧:૪૫ સવારે, ૧થી ૩:૩૦ બપોરે

જિમનાસ્ટિક :

આર્ટિસ્ટીક :

૪ ઓક્ટોબર     ૧:૩૦ થી૩:૩૦ બપોરે, ૪:૩૦ થી ૭:૦૫ સાંજે

૫ ઓક્ટોબર     ૧:૩૦ થી૩:૩૦ બપોરે, ૪:૩૦ થી ૬:૩૫ સાંજે

૬ ઓક્ટોબર      ૧:૩૦ થી ૪ બપોરે, ૫ થી૭ સાંજે

૭ ઓક્ટોબર     ૫ થી ૮ સાંજે

૮ ઓક્ટોબર      ૫ થી ૮ સાંજે

રિધમીક :

૧૨ ઓક્ટોબર     ૨થી ૫ બપોરે, ૬ થી ૯ સાંજે

૧૩ ઓક્ટોબર     ૫ થી ૮:૪૫ સાંજે

૧૪ ઓક્ટોબર    ૧૧ થી ૨ બપોરે

હોકી :

૪ ઓક્ટોબર     ૧૦:૩૦ થી ૨ બપોરે, ૪ થી ૭:૩૦ સાંજે

૫ ઓક્ટોબર     ૮:૩૦ થી ૧૨ સવારે, ૧:૩૦થી ૫ બપોરે, ૬:૩૦ થી ૧૦ સાંજે

૬ ઓક્ટોબર      ૮:૩૦ થી ૧૨ સવારે, ૧:૩૦થી ૫ બપોરે, ૬:૩૦ થી ૧૦ સાંજે

૭ ઓક્ટોબર     ૧૧:૦૦ થી ૨:૩૦ બપોરે, ૪ થી ૭:૩૦ સાંજે

૮ ઓક્ટોબર      ૮:૩૦ થી ૧૨ સવારે, ૧:૩૦થી ૫ બપોરે, ૬:૩૦ થી ૧૦ સાંજે

૯ ઓક્ટોબર     ૮:૩૦ થી ૧૨ સવારે, ૧:૩૦થી ૫ બપોરે, ૬:૩૦ થી ૧૦ સાંજે

૧૦ ઓક્ટોબર    ૧૨થી ૩:૩૦, ૫થી ૮:૩૦ સાંજે

૧૧ ઓક્ટોબર     ૮:૩૦ થી ૩ બપોરે, ૫:૩૦ થી ૯:૩૦ સાંજે

૧૨ ઓકટોબર    ૮:૩૦ થી ૩ બપોરે, ૫:૩૦ થી ૯:૩૦ સાંજે

૧૩ ઓક્ટોબર     ૧૦:૩૦ થી ૩:૩૦ બપોરે

૧૪ ઓક્ટોબર    ૯ થી ૨ બપોરે

લોન બોલ્સ :

૪ ઓક્ટોબર     ૧૨ થી ૩ બપોરે, ૩:૩૦ થી ૬:૩૦ સાંજે,૭ થી૧૦ રાત્રે

૫ ઓક્ટોબર     ૯ થી ૧૨ સવારે, ૧૨:૩૦ થી ૧૫:૩૦ બપોરે, ૪ થી૧૦:૩૦ સાંજે

૬ ઓક્ટોબર      ૯ થી ૧૨ સવારે, ૧૨:૩૦ થી ૧૫:૩૦ બપોરે, ૪ થી૧૦:૩૦ સાંજે

૭ ઓક્ટોબર     ૯ થી ૧૨ સવારે, ૧૨:૩૦ થી ૧૫:૩૦ બપોરે, ૪ થી૧૦:૩૦ સાંજે

૮ ઓક્ટોબર      ૯ થી ૧૨ સવારે, ૧૨:૩૦ થી ૧૫:૩૦ બપોરે, ૪ થી૧૦:૩૦ સાંજે

૯ ઓક્ટોબર     ૯ થી ૧૨ સવારે, ૧૨:૩૦ થી ૧૫:૩૦ બપોરે, ૪ થી૧૦:૩૦ સાંજે

૧૦ ઓક્ટોબર    ૯ થી ૧૨ સવારે, ૧૨:૩૦ થી ૧૫:૩૦ બપોરે, ૪ થી૧૦:૩૦ સાંજે

૧૧ ઓક્ટોબર     ૯ થી ૧૨ સવારે, ૧૨:૩૦ થી ૧૫:૩૦ બપોરે, ૪ થી૧૦:૩૦ સાંજે

૧૨ ઓક્ટોબર     ૯ થી ૧૨ સવારે, ૧૨:૩૦ થી ૧૫:૩૦ બપોરે, ૪ થી૧૦:૩૦ સાંજે

૧૩ ઓક્ટોબર     ૯ થી ૧૨ સવારે, ૧૨:૩૦ થી ૧૫:૩૦ બપોરે, ૪ થી૧૦:૩૦ સાંજે

નેટબોલ :

૪ ઓક્ટોબર     ૯:૩૦ થી ૧ બપોરે, ૩ થી ૬:૩૦ સાંજે

૫ ઓક્ટોબર     ૯:૩૦ થી ૧ બપોરે, ૩ થી ૬:૩૦ સાંજે

૬ ઓક્ટોબર      ૯:૩૦ થી ૧ બપોરે, ૩ થી ૬:૩૦ સાંજે

૭ ઓક્ટોબર     ૯:૩૦ થી ૧ બપોરે, ૩ થી ૬:૩૦ સાંજે

૮ ઓક્ટોબર      ૯:૩૦ થી ૧ બપોરે, ૩ થી ૬:૩૦ સાંજે

૯ ઓક્ટોબર     ૯:૩૦ થી ૧ બપોરે, ૩ થી ૬:૩૦ સાંજે

૧૦ ઓક્ટોબર    ૯ થી ૧૨:૩૦ સવારે,૭ થી ૧૦:૩૦ રાત્રે

૧૧ ઓક્ટોબર     ૯:૩૦ થી ૧ બપોરે, ૩ થી ૬:૩૦ સાંજે

૧૨ ઓક્ટોબર     ૧ થી ૪:૩૦ બપોરે

૧૪ ઓક્ટોબર    ૧૧:૩૦ થી ૪ બપોરે

રગ્બી સેવન્સ :

૧૧ ઓક્ટોબર     ૯ થી ૧:૩૪ સવારે, ૨:૦૪ થી ૬:૩૨ સાંજે

૧૨ ઓક્ટોબર     ૯ થી ૧૨:૦૬ સવારે, ૧ થી ૫:૩૦ સાંજે

શુટિંગ :

ક્લે ટાર્ગેટ :

૬ ઓક્ટોબર      ૧૦ થી ૪:૩૦

૭ ઓક્ટોબર     ૧૦ થી ૫:૩૦

૮ ઓક્ટોબર      ૧૦ થી     ૫

૯  ઓક્ટોબર    ૧૦ થી ૫:૩૦

૧૦ ઓક્ટોબર    ૧૦ થી ૪:૩૦

૧૧ ઓક્ટોબર     ૧૦ થી ૪:૩૦

૧૨ ઓક્ટોબર     ૧૦ થી ૩

૧૩ ઓક્ટોબર     ૧૦ થી ૪:૩૦

ફુલ બોર :

૯ ઓક્ટોબર     ૧૦ થી ૧-૩૦ સવારે

૧૦ ઓક્ટોબર    ૧૦ થી ૧-૩૦ સવારે

૧૧ ઓક્ટોબર     ૧૦ થી ૧-૩૦ સવારે

૧૨ ઓક્ટોબર     ૧૦ થી ૧૨ સવારે

૧૩ ઓક્ટોબર     ૧૦ થી ૧ સવારે

પિસ્તોલ અને સ્મોલ બોર :

૫ ઓક્ટોબર     ૯ થી ૪ બપોરે

૬ ઓક્ટોબર      ૯ થી ૬ સાંજે

૭ ઓક્ટોબર     ૯ થી ૩:૧૫ બપોરે

૮ ઓક્ટોબર      ૯ થી ૫:૩૦

૯ ઓક્ટોબર     ૯ થી ૪:૧૫

૧૦ ઓક્ટોબર    ૯ થી ૨:૩૦

૧૧ ઓક્ટોબર     ૯ થી ૧૨:૩૦

૧૨ ઓક્ટોબર     ૯ થી ૪:૧૫

૧૩ ઓક્ટોબર     ૯ થી ૬

સ્કવોશ :

૪ ઓક્ટોબર     ૧૦ થી ૨ બપોરે, ૪થી૮ સાંજે

૫ ઓક્ટોબર     ૧ થી ૪ બપોરે, ૫ થી ૮ સાંજે

૬ ઓક્ટોબર      ૧ થી ૪ બપોરે, ૫ થી ૮ સાંજે

૭ ઓક્ટોબર     ૧ થી ૪ બપોરે, ૫ થી ૯ સાંજે

૮ ઓક્ટોબર      ૧થી ૫:૪૫ બપોરે, ૭ થી ૧૦ રાત્રે

૯ ઓક્ટોબર     ૧૧ થી ૩ બપોરે, ૫ થી ૯ રાત્રે

૧૦ ઓક્ટોબર    ૧૧ થી ૩ બપોરે, ૫ થી ૯ રાત્રે

૧૧ ઓક્ટોબર     ૧૨ થી ૩ બપોરે, ૫ થી ૯ રાત્રે

૧૨ ઓક્ટોબર     ૧૨ થી ૩ બપોરે, ૫ થી ૮ રાત્રે

૧૩ ઓક્ટોબર     ૧૦:૪૫ થી ૩:૩૦ બપોરે

ટેબલ-ટેનિસ :

૪ ઓક્ટોબર     ૯:૩૦ થી ૨:૩૦ બપોરે, ૪ થી ૯ રાત્રે

૫ ઓક્ટોબર     ૯:૩૦ થી ૨:૩૦ બપોરે, ૪ થી ૯ રાત્રે

૬ ઓક્ટોબર      ૯:૩૦ થી ૨:૩૦ બપોરે, ૪ થી ૯ રાત્રે

૭ ઓક્ટોબર     ૯:૩૦ થી ૨:૩૦ બપોરે, ૪ થી ૯ રાત્રે

૮ ઓક્ટોબર      ૯:૩૦ થી ૨:૩૦ બપોરે, ૪ થી ૯:૩૦ રાત્રે

૯ ઓક્ટોબર     ૯:૩૦ થી ૨:૩૦ બપોરે, ૪ થી ૯:૩૦ રાત્રે

૧૦ ઓક્ટોબર    ૯:૩૦ થી ૨:૩૦ બપોરે, ૪ થી ૯:૩૦ રાત્રે

૧૧ ઓક્ટોબર     ૯:૩૦ થી ૨:૩૦ બપોરે, ૪ થી ૯:૩૦ રાત્રે

૧૨ ઓક્ટોબર     ૯:૩૦ થી ૨:૩૦ બપોરે, ૪ થી ૯:૩૦ રાત્રે

૧૩ ઓક્ટોબર     ૯:૩૦ થી ૨:૩૦ બપોરે, ૪ થી ૯:૩૦ રાત્રે

૧૪ ઓક્ટોબર    ૯:૩૦ થી ૩:૪૫ બપોરે

ટેનિસ :

૪ ઓક્ટોબર     ૧૦ થી ૩ બપોરે,૫ થી ૧૦ રાત્રે

૫ ઓક્ટોબર     ૧૦ થી ૩ બપોરે,૫ થી ૧૦ રાત્રે

૬ ઓક્ટોબર      ૧૦ થી ૩ બપોરે,૫ થી ૧૦ રાત્રે

૭ ઓક્ટોબર     ૧૦ થી ૩ બપોરે,૫ થી ૧૦ રાત્રે

૮ ઓક્ટોબર      ૧૦ થી ૩ બપોરે,૫ થી ૧૦ રાત્રે

૯ ઓક્ટોબર     ૫ થી ૧૦ રાત્રે

૧૦ ઓક્ટોબર    ૫ થી ૧૦ રાત્રે

વેઈટલિફ્ટીંગ :

૪ ઓક્ટોબર     ૨ થી ૪:૩૦ બપોરે, ૬:૩૦ થી ૯ રાત્રે

૫ ઓક્ટોબર     ૨ થી ૪:૩૦ બપોરે, ૬:૩૦ થી ૯ રાત્રે

૬ ઓક્ટોબર      ૨ થી ૪:૩૦ બપોરે, ૬:૩૦ થી ૯ રાત્રે

૭ ઓક્ટોબર     ૨ થી ૪:૩૦ બપોરે, ૬:૩૦ થી ૯ રાત્રે

૮ ઓક્ટોબર      ૨ થી ૪:૩૦ બપોરે, ૬:૩૦ થી ૯ રાત્રે

૯ ઓક્ટોબર     ૨ થી ૪:૩૦ બપોરે, ૬:૩૦ થી ૯ રાત્રે

૧૦ ઓક્ટોબર    ૨ થી ૪:૩૦ બપોરે, ૬:૩૦ થી ૯ રાત્રે

૧૧ ઓક્ટોબરે     ૬:૩૦ થી ૯:૦૦ રાત્રે

૧૨ ઓક્ટોબર     ૨ થી ૪:૩૦ બપોરે, ૬:૩૦ થી ૯ રાત્રે

રેસલિંગ :

૫ ઓક્ટોબર     ૯ થી૧ બપોરે, ૪:૩૦ થી ૭:૩૦

૬ ઓક્ટોબર      ૯ થી૧ બપોરે, ૪:૩૦ થી ૭:૩૦

૭ ઓક્ટોબર     ૯ થી૧ બપોરે, ૪:૩૦ થી ૭:૩૦

૮ ઓક્ટોબર      ૯ થી૧ બપોરે, ૪:૩૦ થી ૭:૩૦

૯ ઓક્ટોબર     ૯ થી૧ બપોરે, ૪:૩૦ થી ૭:૩૦

૧૦ ઓક્ટોબર    ૯ થી૧૨ બપોરે, ૪:૩૦ થી ૭:૩૦

જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ :

કઇ રમત રમાશે : એથ્લેટિક્સ

પ્રેક્ષક ક્ષમતા : ૬૦ હજાર

ખાસિયત : કોનિકા સિન્થેટિકનો ઉપયોગ કરાયો છે

લોનબોલ્સ :

પ્રેક્ષક ક્ષમતા : ૨૧૧૧

ખાસિયત : સિન્થેટિક ગ્રીન ટ્રેકનો ઉપયોગ

વેઇટલિફ્ટિંગ

પ્રેક્ષક ક્ષમતા : ૨૫૦૦

ખાસિયત : ફુલ્લી એરકન્ડિશન્ડ, વૂડનનો ઉપયોગ

કુલ ખર્ચ : ૯૬૧ કરોડ

* આ ઉપરાંત ગેમ્સનો ઉદ્ઘાટન અને સમાપન સમારંભ પણ અહીં જ યોજાશે.

તાલાકટોરા ઇન્ડોર સ્ટેડિયમ :

કઇ રમત રમાશે : બોક્સિંગ

પ્રેક્ષક ક્ષમતા : ૩૦૩૫

ખાસિયત : એક કોમ્પિટિશન રિંગ, વોર્મઅપ માટે ચાર રિંગ

ગેમ્સ વિલેજથી અંતર : ૧૧ કિલોમીટર

દિલ્હી યુનિવર્સિટી :

કઇ રમત રમાશે : રગ્બી સેવન્સ

પ્રેક્ષક ક્ષમતા : ૧૦,૧૩૨

ખાસિયત :  બર્મુડા પ્રિન્સેસ ગ્રાસ ૭૭ ગ્રાસમાં તૈયાર કરાયું

ગેમ્સ વિલેજથી અંતર : ૧૬ કિલોમીટર

ડો. એસ.પી.મુખરજી સ્વિમિંગ સ્ટેડિયમ :

કઇ રમત રમાશે : સ્વિમિંગ, ડાઇવિંગ

પ્રેક્ષક ક્ષમતા : ૫૧૭૮

ખાસિયત : એક કોમ્પિટિશન પુલ, ૮ લેન્સ, એક ડાઇવિંગ પુલ, એક વોર્મઅપ પુલ, ૬ લેન્સ

ગેમ્સ વિલેજથી અંતર : ૧૨ કિલોમીટર

સ્ટેડિયમ પાછળ ખર્ચ : ૩૭૭ કરોડ રૃપિયા

ખાસિયત : છત અને દીવાલમાં થર્મલનો ઉપયોગ, પર્યાવરણને ધ્યાનમાં રાખી તૈયાર કરાયું

યમુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ :

કઇ રમત રમાશે : ટેબલ ટેનિસ, આર્ચરી

ટેબલ ટેનિસ માટે પ્રેક્ષક ક્ષમતા : ૪૨૯૭

ખાસિયત : બે શો કોર્ટ ટેબલ્સ, આઠ મેચ ટેબલ્સ, ૧૦ વોર્મઅપ ટેબલ્સ

આર્ચરી માટે બેઠક ક્ષમતા : ૧૫૦૦

ખાસિયત : બંને સ્ટેડિયમ ૪.૮ હેક્ટરમાં ફેલાયેલા છે

સ્ટેડિયમ પાછળ ખર્ચ : ૨૫ કરોડ

ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ :

કઇ રમત રમાશે

જિમ્નાસ્ટિક્સ

પ્રેક્ષક ક્ષમતા : ૧૪,૩૪૮

ખાસિયત : એક ઇન્ડોર સ્ટેડિયમ, ૨ વોર્મઅપ હોલ

સાયકલિંગ :

પ્રેક્ષક ક્ષમતા : ૪૫૦૦

ખાસિયત : ફુલ્લી એરકન્ડિશન્ડ, ટિમ્બર ટ્રેકનો ઉપયોગ

રેસલિંગ

પ્રેક્ષક ક્ષમતા : ૬૯૩૨

ખાસિયત : ત્રણ કોમ્પિટિશન મેટ એરિયા, છ વોર્મ અપ મેટ એરિયા

સ્ટેડિયમ પાછળ કુલ ખર્ચ : ૨૪૦ કરોડ

મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ :

કઇ રમત રમાશે : હોકી

પ્રેક્ષક ક્ષમતા : પિચ-૧ : ૧૯૧૧૮, પિચ-૨: ૨૫૦૦

ખાસિયત : ૧૭,૫૦૦ સ્કેવર મીટરમાં ફેલાયેલું સ્ટેડિયમ ૧૯૩૩થી અસ્તિત્વમાં છે. આ વખતે ખાસ પોલિગ્રાફ ટર્ફ નાખવામાં આવ્યું છે

રિનોવેશન માટે કુલ ખર્ચ : ૨૬૬ કરોડ

ત્યાગરાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ :

કઇ રમત રમાશે : નેટબોલ

પ્રેક્ષક ક્ષમતા : ૪૪૯૪

ખાસિયત : પર્યાવરણને ધ્યાનમાં રાખી તૈયાર કરવામાં આવ્યું છે.

કુલ ખર્ચ : ૩૦૦ કરોડ

સેન્ટ્રલ વિસ્ટા, ઇન્ડિયા ગેટ :

કઇ રમત રમાશે : આર્ચરી (ફાઇનલ્સ)

પ્રેક્ષક ક્ષમતા : ૩ હજાર

ખાસિયત : ૨ લેન્સ, વોર્મઅપ માટે ૪ લેન્સ

કુલ ખર્ચ : ૧૫૦ કરોડ

આર.કે. ખન્ના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ :

કઇ રમત રમાશે : ટેનિસ

પ્રેક્ષક ક્ષમતા : ૫૦૧૫

ખાસિયત : ૧૧૫૦૦ સ્કેવર મીટરમાં ફેલાયેલું છે અને ૧૪ કોર્ટ છે.

કુલ ખર્ચ : ૬૫ કરોડ

સિરી ફોર્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ :

કઇ રમત રમાશે : બેડમિન્ટન

પ્રેક્ષક ક્ષમતા : ૫ હજાર

ખાસિયત : એકસાથે પાંચ મેચ યોજી શકાશે

કુલ ખર્ચ : ૨૧૦ કરોડ

ડો. ર્કિનસિંઘ શૂટિંગ રેન્જ :

કઇ રમત રમાશે : શૂટિંગ

પ્રેક્ષક ક્ષમતા : ૨ હજાર

ખાસિયત : ભારતની પ્રથમ વૈશ્વિક સ્તરની શૂટિંગ રેન્જ

કુલ ખર્ચ : ૧૫૦ કરોડ

ગેમ્સ-૨૦૧૦ કયા દેશના કેટલા એથ્લેટ્સ (ટોપ-૧૦) :

દેશ  એથ્લેટ્સ

ભારત      ૬૧૯

ઓસ્ટ્રેલિયા ૩૭૭

ઇંગ્લેન્ડ    ૩૬૫

કેનેડા ૨૫૧

મલેશિયા   ૨૦૩

ન્યૂઝીલેન્ડ ૧૯૨

સ્કોટલેન્ડ   ૧૯૧

વેલ્સ ૧૭૫

નાઇજિરિયા      ૧૦૧

શ્રીલંકા     ૯૩

કોમનવેલ્થ ગેમ્સ : દરેક રમતમાં ભારતનો અત્યાસુધીનો દેખાવ :

તીરંદાજી

ગોલ્ડ    સિલ્વર     બ્રોન્ઝ

   ૦           ૦            ૦

એક્વેટિક્સ

ગોલ્ડ    સિલ્વર     બ્રોન્ઝ

   ૦           ૦            ૦

શૂટિંગ

ગોલ્ડ    સિલ્વર     બ્રોન્ઝ

   ૩૮        ૨૦            ૧૪

બોક્સિંગ

ગોલ્ડ    સિલ્વર     બ્રોન્ઝ

   ૨           ૫            ૯

ટેનિસ

ગોલ્ડ    સિલ્વર     બ્રોન્ઝ

   ૦           ૦            ૦

સ્ક્વોશ

ગોલ્ડ    સિલ્વર     બ્રોન્ઝ

   ૦           ૦            ૦

ટેબલ ટેનિસ

ગોલ્ડ    સિલ્વર     બ્રોન્ઝ

   ૨           ૦            ૪

રગ્બી સેવન્સ

ગોલ્ડ    સિલ્વર     બ્રોન્ઝ

   ૦           ૦            ૦

એથ્લેટિક્સ

ગોલ્ડ    સિલ્વર     બ્રોન્ઝ

   ૧           ૫            ૪

હોકી (વિમેન્સ)

ગોલ્ડ    સિલ્વર     બ્રોન્ઝ

   ૧           ૧            ૦

હોકી (મેન્સ)

ગોલ્ડ    સિલ્વર     બ્રોન્ઝ

   ૦           ૦            ૦

રેસલિંગ

ગોલ્ડ    સિલ્વર     બ્રોન્ઝ

  ૨૩         ૨૪           ૧૧

બેડમિન્ટન

ગોલ્ડ    સિલ્વર     બ્રોન્ઝ

   ૨           ૨            ૭

જીમ્નાસ્ટિક્સ

ગોલ્ડ    સિલ્વર     બ્રોન્ઝ

   ૦           ૦            ૦

સાયકલિંગ

ગોલ્ડ    સિલ્વર     બ્રોન્ઝ

   ૦           ૦            ૦

વેઇટલિફ્ટિંગ

ગોલ્ડ    સિલ્વર     બ્રોન્ઝ

  ૩૩         ૩૯           ૨૧

નેટબોલ

ગોલ્ડ    સિલ્વર     બ્રોન્ઝ

   ૦           ૦            ૦

લોનબોલ્સ :

ગોલ્ડ    સિલ્વર     બ્રોન્ઝ

   ૦           ૦            ૦

ગાઇડ ટુ કોમનવેલ્થ ગેમ્સ-૧૦

મેસ્કોટઃ કોમનવેલ્થ ગેમ્સના મેસ્કોટ તરીકે શેરાની પસંદગી કરવામાં આવી હતી. ‘વાઘ’ ભારતનું રાષ્ટ્રિય પ્રાણી હોવાથી શેરાની મેસ્કોટ તરીકે પસંદગી કરાઇ છે.શેરાના નાના ભાઇ ‘જીગર’નો ૨૦૦૮ યુથ ઓલિમ્પિક્સમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઓફિશિયલ સોંગ : કોમનવેલ્થ ગેમ્સનું ઓફિશિયલ સોંગ ‘જીયો ઉઠો બઢો જીતો’ એ.આર. રહેમાને તૈયાર કર્યું છે અને તેણે તેમાં પર્ફોમન્સ પણ આપેલું છે. ભરત બાલાએ આ સોંગના વિડીયોને ડિરેક્શન આપેલું અને મહેબૂબ દ્વારા તે લખવામાં આવ્યું છે.

લોગો : ‘ચક્ર’માંથી પ્રેરણા લઇ ગેમ્સનો લોગો તૈયાર કરવામાં આવ્યો છે. આ લોગોની ટેગલાઇન ‘કમ આઉટ એન્ડ પ્લે’ છે.

દિલ્હીમાંથી ભિખારી ગાયબ!

વિદેશી મહેમાનો દિલ્હી ગંદુ શહેર છે તેવી ઇમેજ સાથે પાછા ફરે નહીં એ માટે આયોજકો કોઇ જ કસર બાકી રાખી રહ્યા નથી. જેના ભાગરૃપે  છેલ્લા એક સપ્તાહમાં  દિલ્હીમાંથી ભિખારીઓને શહેરથી દૂર લઇ જવામાં આવ્યા છે. જ્યાં તેમના રહેવા અને ભોજનની સગવડ પણ દિલ્હી સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. આ ઉપરાંત જ્યાં પણ રસ્તા ઉપર ઝૂંપડપટ્ટી કે ટેન્ટ હોય તેને પણ દૂર કરવામાં આવ્યા છે. આમ, આગામી ૧૧ દિવસ દરમિયાન તમે જશો તો તમને માર્ગ ઉપર એકપણ ભિખારી જોવા નહીં મળે.

કઇ કેટેગરીમાં રમવાનું છે એ તો કહો

કોમનવેલ્થ ગેમ્સ આડે ગણતરીના કલાક બાકી રહ્યા છે છતાં ભારતના સાયકલિસ્ટને હજુ એ બાબતની જાણ કરવામાં આવી નથી કે તેમને કઇ કેટેગરીમાં રમવાનું છે. આ અંગે ભારતના એક સાયકલિસ્ટ સંદિપ કુમારે જણાવ્યું હતું કે અમે અમારા કોચને વારંવાર કેટેગરી અંગે પૂછયું હતું પરંતુ તે દરેક વખતે વાત ટાળી રહ્યા છે. જેના કારણે અમે હાલ નાછૂટકે એકસાથે ૪૦ કિલોમીટર ટાઇમ ટ્રાયલ અને માસ સ્ટાર્ટ એમ બંને  ઇવેન્ટ માટે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. જોકે, આ રીતે કેટેગરી વિના અમે બંનેમાંથી કોઇપણ ઇવેન્ટ ઉપર પૂરતું ધ્યાન આપી રહ્યા નથી.

આજે દિલ્હી બંધ

કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન સામાન્ય લોકોના જીવન પર પરેશાની ઓછું થવાનું નામ લઇ રહી નથી. દિલ્હી સરકાર દ્વારા કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ઘાટન સમારંભ (૩ ઓક્ટોબર) અને સમાપન સમારંભ (૧૪ ઓક્ટોબર) દરમિયાન તમામ ઓફિસ અને બિઝનેસ હાઉસ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉદ્ઘાટન અને સમાપન સમારંભ દરમિયાન જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ તરફ જતાં અનેક રૃટમાં પણ બદલાવ લાવવામાં આવ્યો છે.

ગેમ્સના સલૂનમાં તડાકો

કોમનવેલ્થ ગેમ્સના વિલેજમાં એથ્લેટ્સ કોઇ સ્થળે સૌથી વધુ જોવા મળતા હોય તો તે સલૂન છે. ગેમ્સ વિલેજના ઇન્ટરનેશનલ ઝોનમાં બનાવવામાં આવેલા આ યુનિસેક્સ સલૂનમાં ધસારો એટલો વધારે છે કે એડવાન્સ બૂકીંગ કરાવવું પડે છે. આ સલૂનમાં આવનાર એથ્લેટ્સને મસલ રિલેક્સિંગ ઓઇલ, હેરકટિંગ કોઇ પણ પ્રકારના પૈસા લીધા વિના જ કરી આપવામાં આવે છે. ખાસ કરીને ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના એથ્લેટ્સ આ સલૂનથી ખૂબ જ પ્રભાવિત થઇ ગયા છે.

બેટન ગેમ્સ વિલેજમાં

૧૯મી કોમનવેલ્થ ગેમ્સની બેટન શનિવારે એથ્લેટ્સ માટે બનાવવામાં આવેલા ગેમ્સ વિલેજ પહોંચી ત્યારે તેનું ઉપસ્થિત પ્લેયર્સ દ્વારા તેનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. બેટન પોતાની યાત્રાના અંતિમ પડાવમાં હવે આવતીકાલે ઉદ્ઘાટન સમારંભના સ્થળ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં પહોંચશે. ગેમ્સ વિલેજના મેયર દલબીરસિંહે બેટનની આગેવાની કરી હતી. આ પ્રસંગે શાળાના બાળકોએ લોકનૃત્ય કરી પારંપરિક રીતે બેટનનું સ્વાગત કર્યું હતું.

તાજમહલ, ભારતીય જ્વેલેરી વિદેશીઓની પસંદ

કોમનવેલ્થ ગેમ્સ માટે આવેલા વિદેશીઓ ભારતમાં સૌથી વધુ બાબત કોઇ બાબત માટે આતુર હોય તો તે તાજમહલની મુલાકાત અને ભારતીય જ્વેલરીની ખરીદીની છે. કૂક આઇલેન્ડ ટીમના નેટબોલ પ્લેયર નિઓલિને જણાવ્યું હતું કે દિલ્હીની માર્કેટમાં ખરીદી કરવા હું ખૂબ જ આતુર છું અને સમય મળશે તો તાજમહલની મુલાકાત લેવી છે. આ ઉપરાંત રાજસ્થાનના મહેલ જોવા પણ ખૂબ જ આતુર છું. ઓર્ગેનાઇઝિંગ કમિટીના એક સભ્યે જણાવ્યું હતું કે વિદેશમાંથી અમારી પાસે મોટાભાગની તપાસ તાજમહેલ અને રાજસ્થાન માટે આવી રહી છે. અમે તાજમહાલ માટે દરરોજ એક મિની બસ જ ગેમ્સ વિલેજથી ઉપાડવા વિચારી રહ્યા છીએ.

કોમનવેલ્થ ગેમ્સમાં સર્જાયેલા વિવાદ

૧૩ નવેમ્બર,૨૦૦૩     ભારતને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી. આ સમયે ભારતની થિમ હતી ‘૨૦૧૦-ગ્રેટ ગેમ્સ ફોર શ્યોર’

૮ જાન્યુઆરી, ૨૦૦૫   ઓર્ગેનાઇઝિંગ કમિટીની રચના કરવામાં ભારત એક વર્ષ પાછળ હોવાનું બહાર આવ્યું

૩૦ જાન્યુઆરી, ૨૦૦૫ ઓર્ગેનાઇઝિંગ કમિટી સમયસર નહીં બનાવવા પર યજમાની ગુમાવવાની ચીમકી મળતાં સુરેશ કલમાડીને તાકીદે ઓર્ગેનાઇઝિંગ કમિટીના પ્રમુખ બનાવાયા

૮ ઓગસ્ટ, ૨૦૦૮      ઓડિટર જનરલના રિપોર્ટમાં ગેમ્સના ફંડમાં ગેરરીતિ, સ્ટેડિયમ ડિઝાઇનમાં વિના કારણે ફેરફાર કરવા માટે ટીકા કરાઇ.

૮ ઓક્ટોબર, ૨૦૦૯    કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રમુખે તૈયારીમાં વિલંબની ફરિયાદ મનમોહનસિંઘને કરી

૧૯ ઓક્ટોબર ૨૦૦૯   ગેમ્સની તૈયારી માટે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને પોતાની પેનલ બેસાડવાના મૂકેલા પ્રસ્તાવને ભારતીય ઓલિમ્પિક સંઘે ફગાવ્યો

૩૦ ઓક્ટોબર, ૨૦૦૯  કલમાડી અને ફેનેલ વચ્ચે મતભેદ. ફેનેલને તૈયારી પર નજર રાખવા ભારતમાં રહેવા આદેશ.

૫ જુલાઇ, ૨૦૧૦ ‘કેગ’ના રિપોર્ટમાં સ્ટેડિયમની તૈયારીમાં મોટાપાયે ભ્રષ્ટાચારની નોંધ લેવાઇ.

૩૧ જુલાઇ, ૨૦૧૦ બિલ્ડિંગની ગુણવત્તા સારી હોવાનો રિપોર્ટ કરાવવા કલમાડી એન્ડ કંપનીએ લાંચ આપી હોવાનો આક્ષેપ

૩૧ જુલાઇ, ૨૦૧૦ કલમાડીએ ભ્રષ્ટાચાર કર્યા હોવાના વધુ દસ્તાવેજ મળતાં ચકચાર

૫ ઓગસ્ટ, ૨૦૧૦      પોતાના પુત્રને જ લોનબોલ્સના સ્ટેડિયમનો કોન્ટ્રાક્ટ આપવા બદલ ઓર્ગેનાઇઝિંગ કમિટીના ખજાનચીપદેથી અનિલ ખન્નાનું રાજીનામું

૬  ઓગસ્ટ,૨૦૧૦      ઓર્ગેનાઇઝિંગ કમિટીમાંથી વધુ બે સભ્યોની ગેરરીતિ બદલ હકાલપટ્ટી

૯ ઓગસ્ટ,૨૦૧૦ ઓર્ગેનાઇઝિંગ કમિટીના સભ્ય દરબારી પર ઇડી તપાસ અને ત્યારબાદ હકાલપટ્ટી

૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૦    માઇક ફેનેલ સહિત મોટાભાગના વિદેશીઓએ ગેમ્સ વિલેજની ટીકા કરી

પાકિસ્તાન કુલ સાત રમતોમાં ભાગ લેશે

            ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સારા રહ્યા નથી છતાં કોમનવેલ્થના એક ભાગ તરીકે પાકિસ્તાનના ખેલાડીઓ પણ આમા ભાગ લઈ રહ્યા છે. પાકિસ્તાનના ૭૫ સભ્યોની ટીમ ભારત આવી પહોચી છે. જેમાં ખેલાડીઓ કોચ અને અધિકારીઓનો સમાવેશ થાય છે. પ્રાપ્ત અહેવાલ મુજબ પાકિસ્તાનની ટીમ શુટિંગ, બોક્સીંગ, સ્કવોસ, ટેનિસ વેઇટ લિફ્ટીંગ અને કુસ્તીમાં ભાગ લેશે. છેલ્લે કોમનવેલ્થનું આયોજન મેલબોર્નમાં કરવામાં આવ્યુ હતુ. જેમાં પાકિસ્તાને એક સુવર્ણ અને ત્રણ રજત જીત્યા હતા કુલ પાંચ ચંદ્રકો પાકિસ્તાને જીત્યા હતા. પાકિસ્તાને પ્રથમ વખત ૧૯૫૪માં કોમનવેલ્થમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં આવતીકાલથી કોમનવેલ્થ રમતોત્સવની શરૃઆત થઈ રહી છે. કોમનવેલ્થમાં જુદીજુદી રમતો જુદાંજુદાં સ્ટેડિયમ પર રમાશે.

કોમનવેલ્થની રમતોના સ્ટેડિયમો

૧.    જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ

૨.    ઇન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ

૩.    સિટી ફોર્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ

૪.    કરણસિંહ શુટિંગ રેન્જ

૫.   શ્યામાપ્રસાદ મુખરજી સ્વીમિંગ પુલ

૬.    મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ

૭.   કદરપુર શુટિંગ રેન્જ

૮.    ત્યાગરાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ

૯.    તાલ કટોરા ઇન્દોર સ્ટેડિયમ

૧૦.  આર કે ખન્ના ટેનિસ કોમ્પ્લેક્ષ

૧૧.   દિલ્હી યુનિર્વિસટી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ

કોમનવેલ્થની સાથે સાથે

*       દિલ્હી સરકારે ૧૬૬૫૦ કરોડ રૃપિયા ઉપલબ્ધ કરાવ્યા

*       કોમનવેલ્થ પાછળ ૩૦,૦૦૦ કરોડનો ખર્ચ

*       કોમનવેલ્થમાં ૭૧ દેશોના ૧૦,૦૦૦થી વધુ એથલીટો અને અધિકારીઓ જોડાયા

*       ભારતને પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી

*       ઉદઘાટન અને સમાપન ઉપર ૩૦૦ કરોડથી વધુનો ખર્ચ

*       દિલ્હી સરકારને મળેલી રકમ પૈકી ૬૭૦ કરોડ ગેમ્સ ઉપર ખર્ચાઈ

*       દિલ્હી સરકારે સ્ટ્રીટ સ્ક્રેપીંગ ઉપર ૬૫૦ કરોડ ખર્ચ્યા

*      બસ સ્ટેન્ડ વિકસાવવા પાછળ ૯૦૦ કરોડનો ખર્ચ

*       મેટ્રોને વિકસાવવા ૩૦૦૦ કરોડનો ખર્ચ

*       ફ્લાય ઓવર અને બ્રીજ ઉપર ૩૭૦૦ કરોડ

*       આયોજન સમિતિને લોન તરીકે પણ જંગી રકમ અપાઈ

*       કોમનવેલ્થના સ્પોન્સરોમાં ભારતીય રેલ્વે, એનટીપીસી, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા અને અન્ય કંપનીઓનો સમાવેશ

૭૧ દેશોના આશરે ૧૦૦૦૦ એથલીટો, સ્ટાફના સભ્યો ઉપસ્થિત : ઉદ્ઘાટન-સમાપન પાછળ ૩૦૦ કરોડનું આંધણ : દેશમાં અભૂતપૂર્વ ઉત્સાહનું મોજું

ભવ્ય, રોમાંચક અને રંગારંગ કાર્યક્રમો વચ્ચે રમતોત્સવ ખુલ્લો મુકાશે.

સ્ત્રોત : સંદેશ

Posted in કોમન વેલ્થ...., ભારત...., સમાચાર.... | Tagged , , , | Leave a comment

સાબરકાંઠા જિલ્લો : તાલુકા અને ગામડાઓના નામ

                  સાબરકાંઠા જિલ્લામાં કુલ ૧૩ તાલુકા અને ૧૩૮૯ ગામડાઓ આવેલા છે. અને આ તાલુકા તથા ગામડાઓના નામ સાથે શક્ય તેટલી વિગત હું મારા આ બ્લોગમાં પોસ્ટ કરી આપના સુધી પહોંચાડીશ. ઓગસ્ટ-૧૯૪૯ ના  રોજ  અસ્તિત્વમાં આવેલો આ સાબરકાંઠા જિલ્લાની હદમાં સાબરમતી નદી આવેલી હોવાથી તેનું નામ પાડવામાં આવ્યું સાબરકાંઠા.

                  આ માહિતિ આજના દિવસે એક સાથે પોસ્ટ કરી છે. પણ આ મારી ૧ અઠવાડીયાની મહેનત છે, અને છેલ્લા અઠવાડીયાથી રોજ ડ્રાફ્ટમાં સેવ કરી આ બધી પોસ્ટની રોજ તારીખ બલદતો હતો પણ આજે આપના સુધી પહોંચી ગઇ તો મને વધારે ખુશી થઇ છે. તો ભૂલચૂક સુધારીને વાંચશો તથા આપના અભિપ્રાય જરૂર થી જણાવજો.

સાબરકાંઠા જિલ્લામાં આવેલા તાલુકાઓ

હિંમતનગર (જિલ્લાનું મુખ્ય મથક)
ઇડર   પ્રાંતિજ   મેઘરજ
ખેડબ્રહ્મા   બાયડ   મોડાસા
તલોદ   ભિલોડા   વડાલી
ધનસુરા   માલપુર   વિજયનગર

ગામડાઓના નામ વાંચવા માટે ઉપર આપેલા તાલુકાઓના નામ ઉપર ક્લીક કરો. 

Posted in ગામનામો...., ગુજરાત...., યાત્રા - પ્રવાસ...., સમાચાર...., સાબરકાંઠા...., હિંમતનગર.... | Tagged , , , , , , | Leave a comment